રાજકોટની બ્લડબેંકોમાં રક્તની અછત, યુવાનોને રક્તદાન કરી દિવાળીની ઉજવણી કરવા અપીલ
એક તરફ દિવાળીનો તહેવાર તો બીજી તરફ રાજકોટમાં બ્લડ બેન્કની અંદર લોહીની અછતના સમાચાર સામે આવી રહ્યા છે. દિવાળીના મહાપર્વ ને લઇ હાલ સ્વૈચ્છિક રક્તદાનનું પ્રમાણ ઘટી ગયું હોવાથી રાજકોટની બ્લડ બેંકોમાં છેલ્લા પંદર દિવસથી તમામ ગ્રુપ રક્તની અછત જોવા મળી રહી છે. આ સંજોગોમાં, ઓપરેશન દરમિયાન જેમને રક્ત ચડાવવાની જરૂર પડે છે એવા સંખ્યાબંધ દર્દીઓ અને ખાસ કરીને થેલેસેમિક બાળકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.