સ્ત્રી પુરુષ સમાનતા વધે, દીકરીઓનો જન્મદર અને સાક્ષરતાદર વધુમા વધુ કન્યા કેળવણીનો ધ્યેય સિદ્ધ થાય એ અંતગર્ત સાંકરડી ગામે શ્રી ગીતાંજલી સાયન્સ સ્કૂલ ખાતે કાર્યક્રમ યોજાયો
( બ્યુરો રીપોર્ટ ચિંતન વાગડીયા)
બોટાદ જિલ્લા કલેકટર જીન્સી રોય મેડમ, જિલ્લા મહિલા બાળ અધિકારી ઇજાજ મંનશુરી, જિલ્લા પોલીસ વડા કે.એફ બલોલીયા માર્ગદર્શન હેઠળ કચેરી દ્વારા શાળા ટ્રસ્ટ્રી સંદીપ ભાઈ ધરજીયા તથા કેમ્પસ ડાયરેકટર વિપુલ ભાઈ ધરજીયા તેમજ સ્ટાફ સાથે સંકલન કરી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ. જેમાં તારીખ 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી લિંગ આધારિત હિંસા નાબુદી અભિયાનહેઠળ જાગૃતિ કાર્યક્રમના અનુસંધાને જાતિગત સંવેદનશીલતા અંગે 300 વિદ્યાર્થીઓને સ્ત્રીપુરુષ અસ્માનતાઓ બાબતે PBSC કાઉન્સેલર રીના વ્યાસ અને રિંકલ મકવાણા દ્વારા સમજ કરવામાં આવી હતી. મહિલા પોલીસ સ્ટેશન શી ટીમ સાયબર સેફટી વિશે સુરપાલસિંહએ માહિતી આપી હતી. OSC મા આશ્રય તબીબી સહાય પરમર્સ કાયદાકીય મદદ મહિલાઓને મળી રહે એ વિશે ભાવનાબેન મારુ દ્વારા માર્ગદર્શન આપ્યું, તેમજ વ્હાલી દીકરી યોજના ગંગા સ્વરૂપા પુનઃલગન વિધવા સહાય અને બીજી યોજનાકિય માહિતી મહિલા બાળ અધિકારી ની કચેરી DHEW માંથી દક્ષાબેન મકવાણાએ આપી હતી, કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય સ્ત્રી પુરુષ સમાનતા વધે, દીકરીઓનો જન્મદર અને સાક્ષરતાદર વધુમા વધુ કન્યા કેળવણીનો ધ્યેય સિદ્ધ થાય એ માટે કરવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમનું આયોજન PBSC કાઉન્સેલર કરવામા આવ્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.