નગરજનો પાણીનો સંગ્રહ કરી લેજો: જસદણમાં આટકોટ રોડ સંપ હેઠળના વિસ્તારોમાં ત્રણ દિવસ પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાશે.
મહિ પરીયોજના આધારીત GWIL ની બલ્ક પાઈપલાઈન NC-2 ના શટ ડાઉન હોઈ પાણી પુરવઠો બંધ રહેવા બાબત જસદણ નગરપાલિકાને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, જસદણ તાલુકાની સાણથલી જુથ યોજનાન 21 ગામ તથા ભાડલા જુથ યોજનામાં સમાવિષ્ઠ 22 ગામ તેમજ જસદણ શહેરને મહિ પરીયોજના આધારીત GWIL ની બલ્ક પાઈપલાઈન NC-2 થી કોટડાપીઠા હેડવર્ક્સથી અત્રેની કચેરીની દેખરેખ હેઠળ પાણી પુરવઠો પુરો પાડવામાં આવે છે. હાલમાં સીનીયર મેનેજર, જી.ડબલ્યુ.આઈ.એલ., ચાંવડ દ્વારા થયેલ ટેલીફોનીક વાતચીત મુજબ ચાંવડ હેડવર્ક્સથી કોટડાપીઠા સુધીની મહિ પરીયોજના આધારીત GWIL ની બલ્ક પાઈપલાઈન NC-2 ની રીંપેરીંગ કામગીરી હોઈ સોમવાર તા.20 ના રોજ બપોર પછી શટ ડાઉન લેવાનું આયોજન હોઈ કુલ 36 કલાક સુધી પાણી પુરવઠો બંધ રહેશે. જેની જાણ આપના તાબા હેઠળાના વિસ્તારમાં કરવાની રહેશે તેમજ તે દરમિયાન વૈકલ્પીક વ્યવસ્થા તરીકે કુવા, ટ્યુબવેલ વગેરે લોકલ સોર્સને કાર્યરત કરીને પાણી વિતરણ કરવા તેમજ આપના સ્તરે જરૂરી મુજબનો પાણીનો સ્ટોરેજ રાખવા જાણ કરવામાં આવે છે તેમ જણાવવામાં આવ્યું છે. જેના પગલે જસદણમાં આટકોટ રોડ સંપ હેઠળના વિસ્તારોમાં આગામી તા.21 થી 23 સુધી એમ ત્રણ દિવસ પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ શકે છે તેમ જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઈ શેખની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મહિ પરીયોજનાની પાઈપલાઈનનું 36 કલાકનું રીપેરીંગ હોઈ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઈ શકે છે: રાજુભાઈ શેખ,ચીફ ઓફિસર,જસદણ નગરપાલિકા.
જસદણ નગરપાલિકા દ્વારા હાલ જે મહિ પરીયોજના માંથી 2.5 એમ.એલ.ડી. પાણી લેવામાં આવે છે. આ પાણી આગામી તા.20થી 36 કલાક સુધી શટ ડાઉન રહેવાનું હોય આથી આટકોટ રોડ પાણીના સંપમાંથી જે વિસ્તારોમાં પીવાના પાણીનું વિતરણ થાય છે. તે વિસ્તારોમાં આગામી તા.21 થી 23 સુધી જે એકાંતરા પાણી વિતરણ કરવામાં આવે છે તેનો કાપ રહેશે અને તેના બદલે ગઢડીયા રોડ પાણીના સંપથી આટકોટ રોડ સંપ સુધી પાણીના જથ્થાની ઉપલબ્ધી મુજબ પાણી પહોંચાડી તેનું વિતરણ કરવામાં આવશે. જેથી આ વિસ્તારના નગરજનોને ત્રણ દિવસ પૂરતો સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.