બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્કફોર્સ કમિટીની બેઠક સંપન્ન - At This Time

બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્કફોર્સ કમિટીની બેઠક સંપન્ન


બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્કફોર્સ કમિટીની બેઠક સંપન્ન

બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાનિયાના અધ્યક્ષસ્થાને ક્લાઈમેટ ચેન્જ એન્ડ હ્યુમન હેલ્થ ટાસ્કફોર્સ કમિટીની મીટીંગ યોજાઈ હતી.જેમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સેન્સીટીવ ડીસીઝ,આરોગ્યલક્ષી સમસ્યાઓ અને તેનું ઝડપી નિવારણ,ખોરાક અને પાણીના કારણે ફેલાતા રોગચાળા વિશે તેમજ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવા સહિતના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.બેઠકમાં બુદાનિયાએ પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપી પર્યાવરણનું સંવર્ધન કરવા પર તેમજ મહત્તમ વૃક્ષારોપણ અને વરસાદી પાણીનો સંગ્રહ કરવાની વાત પર ભાર મુક્યો હતો.આ બેઠકમાં તુરખાના આયુષ મેડિકલ ઓફિસર રાધેશ ધ્રાંગધરિયા દ્વારા કલાઇમેટ ચેન્જ મુદ્દે લેવાના એક્શન પ્લાન વિશે ઉપસ્થિતોને વિગતવાર માહિતગાર કરવામાં આવ્યા હતા જિલ્લા વિકાસ અધિકારીની કચેરી ખાતે મળેલી આ બેઠકમાં ઇન્ચાર્જ સી.ડી.એચ.ઓ ડૉ.એ.કે.સિંઘ, સીડીએમઓ ડૉ.ગાંગાણી,પાણી પુરવઠા અધિકારી,ખેતીવાડી અધિકારી સહિત સંલગ્ન વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.