ધંધુકા-ધોલેરામાં કૃષિમહોત્સવ યોજાયો. - At This Time

ધંધુકા-ધોલેરામાં કૃષિમહોત્સવ યોજાયો.


ધંધુકા-ધોલેરામાં કૃષિમહોત્સવ, ઉત્પાદન અંગે સમજ અપાઈ

અમદાવાદ જીલ્લા ના ધંધુકા અને ધોલેરા તાલુકા ખાતે રાજ્ય સરકાર દ્વારા આયોજિત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સરકારી અધિકારીઓ, રાજકીય મહાનુભાવો અને ખેડૂતોની વિશાળ હાજરીમાં કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો હતો. ધંધુકાનો મહોત્સવ એપીએમસીના પ્રાંગણ માં ધારાસભ્ય કાળુભાઈ ડાભીની અધ્યક્ષતામાં યોજાયો હતો. તો ધોલેરાનો મહોત્સવ તાલુકા પંચાયત પ્રમુખ મુકતાબેન વસાણીના અધ્યક્ષ સ્થાને ભાણગઢ ખાતે યોજાયો હતો. ધંધુકા ખાતે એપીએમસી મેદાનમાં ધંધુકાના ધારાસભ્ય તથા તાલુકા પંચાયતના સદસ્યો, ભાજપના હોદેદારો, મામલતદાર, ટીડીઓ સહિત સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ધોલેરા ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ના અધ્યક્ષપણા હેઠળ કૃષિ મહોત્સવ શરૂ થયો હતો.આ કાર્યક્રમ માં ભાજપના તાલુકા પ્રમુખ સાગરભાઈ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સુભાષ ગોહિલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.કૃષિ ઉત્પાદન અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.