વિંછીયા માર્કેટિંગ યાર્ડ ચેરમેન કડવાભાઈ જોગરાજીયા વાઇસ ચેરમેન મનસુખભાઈ કોરડીયા અને ડિરેક્ટરો દ્વારા ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય - At This Time

વિંછીયા માર્કેટિંગ યાર્ડ ચેરમેન કડવાભાઈ જોગરાજીયા વાઇસ ચેરમેન મનસુખભાઈ કોરડીયા અને ડિરેક્ટરો દ્વારા ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય


વિછીયા માર્કેટિંગ યાર્ડ માં કપાસ લઈ આવતા ખેડૂત ખાતેદારો ૪૮૩૭૫ ખેડૂતોના ૧ લાખના અકસ્માત વિમા ક્વશ ઍક વર્ષનું પ્રીમિયમ ૮૫૮૨૩૮ વિમાં કંપનીને વિંછીયા માર્કેટિંગ યાર્ડ દ્વારા ભરવામાં આવ્યું છે તેમજ તેમજ વિછીયા માર્કેટિંગ યાર્ડ માં કપાસ લઈ આવતા ખેડૂતોના કપાસનો પણ એક કરોડનો વિમો બોડી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે ખેડૂતલક્ષી નિર્ણયથી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ કડવાભાઈ જોગરાજીયા ઉપપ્રમુખ મનસુખભાઈ કોરડીયા તેમજ યાર્ડના ડિરેક્ટરોને અભિનંદન ની વર્ષા થઈ રહી છે ઉલ્લેખનીય છે કે વિંછીયા માર્કેટિંગ યાર્ડમાં જણશી લઈ આવતાં ખેડૂતો,મજદુરો અને વેપારીઓને વિવિધ સુવિધાઓ અપાવવા પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ યાર્ડમાં પ્રમુખ ઉપપ્રમુખ અને ડિરેક્ટરો સાથે જરૂરી ચર્ચા કરી યાર્ડમાં વિવિઘ સુવિધાઓ અંગે વાકેફ કરેલ તેમજ રાજ્ય સરકાર અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ને રજૂઆત કરેલ જેના અનુસંધાને કુંવરજીભાઈ બાવળીયાએ અંગત રસ દાખવી વિંછીયા માર્કેટિંગ યાર્ડને વધારે સુવિધા યુક્ત બનાવવા રસ દાખવેલ અને વિવિધ વિભાગોમાં જરૂરી સૂચનાઓ આપેલ જેનો લાભ વિંછીયા તાલુકાના ખેડૂતોને મળી રહ્યો છે.

રિપોર્ટર વિજય ચૌહાણ જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.