ધ્રાંગધ્રામાં સરકારી આયુર્વેદ હોસ્પિટલનાં નવનિર્મિત સંકુલનું લોકાર્પણ કરાયું. - At This Time

ધ્રાંગધ્રામાં સરકારી આયુર્વેદ હોસ્પિટલનાં નવનિર્મિત સંકુલનું લોકાર્પણ કરાયું.


સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા ખાતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામક્ આયુષની કચેરી ગાંધીનગર અંતર્ગત સરકારી આયુર્વેદ હોસ્પિટલ ધ્રાંગધ્રાના નવ નિર્મીત સંકુલનુ લોકાર્પણ કાર્યક્રમ યોજાઇ ગયો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન અને ઉદઘાટક સાંસદ સુરેન્દ્રનગર ચંદુભાઇ સિહોરા હાજર રહેલ સાથે ધ્રાંગધ્રા ધારસભ્ય પ્રકાશભાઇ વરમોરા પણ હાજર રહેલ અને આયુર્વેદને લગત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત માનનીય કલેકટર સ કે.સી. સંપત પ્રાંત અધિકારી, મામલતદાર નગરપાલિકા ધ્રાંગધ્રાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા, પુર્વપ્રમુખ કલ્પનાબેન, શહેર ભાજપ પ્રમુખ કિરિટસિંહ જાડેજા અને સાથે વિવિધ પદાધીકારીઓ ઉપસ્થીત રહ્યા હતા આ ઉપરાંત વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવેલ આ કાર્યક્રમ સાથે આયુર્વેદ અને હોમીઓપેથિક સર્વ નિદાન સરવાર કેમ્પ, પ્રકૃતિ પરિક્ષણ, રક્ત મોક્ષણ, આયુર્વેદીય રોપા વિતરણ, સાથે પંચકર્મ અને અગ્નીકર્મ સારવાર કરવામા આવેલ હતી આ કેમ્પનો અંદાજે 500થી વધુ નગરજનોએ લાભ લીધો હતો આ નવનિર્મીત સંકુલમાં હવેથી આયુર્વેદ અને હોમીઓપેથીક ઓ.પી.ડી. આઈ.પી.ડી અને પંચર્મ અને અગ્નીકર્મ સારવાર નિયમીત આપવામા આવશે આ સમ્ગ્ર કાર્યક્રમ માનનીય નિયામક આયુષ ડો. જયેશભાઇ પરમારના મર્ગદર્શન નિચે જિલ્લા આયુર્વેદ અધીકારી ડો.મનોજ તારવાણી અને વેધ્યપંચકર્મ ધ્રાંગધ્રા ડો. કોમલબેન ફુલબારીયાની દેખરેખ નીચે યોજવામા આવ્યો હતો આ કાર્યક્રમ ને સફળ બનાવવા ડો.ભાવેશ વાઘેલા, ડો.પુનિત, ડો.કુનાલ, ડો.યોગેન્દ્રસિંહ, ડો.સોની, તથા આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ ધ્રાંગધ્રાના સમગ્ર અધીકારી કર્મચારી એ જહેમત ઉઠાવેલ આ સમગ્ર કાર્યક્રમનુ સંચાલન ડો.પી.પી.પરમાર અને ડો.રાજુભાઇ પરમાર દ્વારા કરવામા આવ્યુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.