બોટાદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને ''વારંવાર પાણી પીશું - ગરમીથી બચીશું''નો સંદેશ - At This Time

બોટાદ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા નાગરિકોને ”વારંવાર પાણી પીશું – ગરમીથી બચીશું”નો સંદેશ


(માહિતી બ્યુરો, બોટાદ )
આગામી દિવસોમાં મહત્તમ તાપમાન રહેવાની શક્યતા છે, આ પરિસ્થિતિમાં આરોગ્ય શાખા, બોટાદ દ્વારા બોટાદવાસીઓને ભલામણ કરવામાં આવી છે કે,
• બહાર જતી વખતે પાણીની બોટલ સાથે રાખવી.
• પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવા જોઈએ જેમ કે પાણી,લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણી, ORSનું સેવન કરવું.
• તાજા ફળો અને શાકભાજી ખાવા જોઈએ.
• તીખું ખાવાનું ટાળો, તેમજ આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો.
• ચા-કોફી અને સોડાવાળા પીણાં પર નિયંત્રણ રાખો.
• બહાર જતી વખતે છત્રી/ટોપી/સ્કાર્ફ સાથે રાખવું જોઈએ.
• લાંબો સમય તડકામાં ન રહેવું, આછા રંગના તેમજ ઢીલા- સુતરાઉ કપડાં પહેરવાં.
• કામ કરતી વખતે થોડા થોડા સમયે વિરામ લેવો જોઈએ, અને ઠંડક વાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો.
• નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું.

લૂ લાગી ગયાનાં લક્ષણો
• ગરમીની અળાઈઓ
• ખુબ પરસેવો થવો અને અશક્તિ લાગવી.
• માથાનો દુ:ખાવો,ચક્કર આવવા,
• ચામડી લાલ-સુકી અને ગરમ થઈ જવી.
• સ્નાયુઓમાં દુ:ખાવો અને અશક્તિ આવવી.
• ઉબકા અને ઉલ્ટી થવી.

આવા સંજોગોમાં આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત બોટાદ દ્વારા તમામ બોટાદવાસીઓને ''વારંવાર પાણી પીશું - ગરમીથી બચીશું''નો શુભ સંદેશ આપ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.