કમરતોડ વેરા સામે વિસાવદરની જનતા નગરપાલિકા સામે લાલઘૂમ
કમરતોડ વેરા સામે વિસાવદરની જનતા નગરપાલિકા સામે લાલઘૂમવિસાવદર નગરપાલિકાએ એક જાહેરનામામાં રહેણાંક માટેના વેરામાં ૬૬% જેટલો વધારો કરી
સુવિધા આપો પછી કરવેરો નાખી મર્યાદિત આવક ધરાવતા નાગરીકોને અધમૂઆ કરી નાખ્યા છે.તેમજ બિન રહેણાંક મિલકત વેરામાં ૫૦ % જેટલો વધારો કરી નાગરીકોની આર્થિક સ્થિતિ બેહાલ થાય તેવું કરી દિધેલ છે.સુવિધાના નામે શુન્ય સગવડો આપતી નગરપાલિકા ભ્રષ્ટાચારથી થયેલા કામોમાં કટકીઓ ખાધેલ છે એવી રીતે બદનામ છે.અનુસાશન વિહોણી આ નગરપાલિકા એ ગયા વર્ષે ૧૦૦ ઈંચ વરસાદ થયો તોય ત્રણ દિવસે પાણી આપ્યું જે છેલ્લા ત્રીસ વર્ષમાં પહેલીવાર થયૂ હોય એવો કેટલાક નાગરીકોનો દાવો છે.વિસાવદર ના તૂટેલા ફૂટેલા રોડ એના માટે લોકો વિસાવદરની ગણના મંગળ ગ્રહ નો ભાગ છે એમ કહે છે.કેટલાક કોર્પોરેટરોએ પોતાના વિસ્તારના એક ના એક રોડ ત્રણ ચાર વાર બનાવી નાખી ને મસમોટા કૌભાંડો કરવામાં વિડીયો પર વાઈરલ થયા છે.વિસાવદરના મુખ્ય માર્ગો પરથી પસાર થવું એ મોટામાં મોટો પડકાર બની જાય છે.જયા જુઓ ત્યાં કચરાના ઢગલાઓ બિમારીને આમંત્રણ આપે છે તેના માટે નગરપાલિકાના બગડેલા વહીવટો જવાબદાર છે.ગટરયોજનાના રૂપકડા નામ હેઠળ વેરો ભરવામાં આવશે અને તે આવકથી ભાગબટાઈ નો ખેલ ચાલુ થશે.સરકારશ્રીની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ હોય તો તેનો કોઈ હિસાબ નથી મળતો આવું લોકો કહે છે.સફાઈ વેરામાં ૧૦૦% વધારો કર્યો છે.લાઈટ વેરા માં તોતિંગ ૩૦૦ % નો વધારો કરેલ છે.એક તો આવકના સાધનો ઓછા ને આ મસમોટા કરવેરાઓથી જનતા ભારે ત્રાહિમામ થયેલ છે.આ બાબતે સતાધીશો સામે વિપક્ષ પણ કેમ ચૂપ છે એ વિચારવા જેવું છે કે પછી આવ ભાઈ હરખા આપણે બેય સરખા કરીને લોકો ને ઉલ્લુ બનાવવાના કારસ્તાન છે.લોકોનુ એમ કહેવુ છે કે પહેલા સુવિધાઓ આપો પછી મર્યાદામાં વેરો વધારો નહીંતર આ પ્રજા રોડ પર આવશે તો અધિકારીઓની ઘેરાબંધી કરી અને હિસાબો માંગી કેટલા ટકા હિસ્સો છે તે જાહેરમાં બહાર કાઢશે.
રિપોર્ટ હરેશ મહેતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.