શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજપુત ચોરા બોટાદ ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજનો 88 મો પાટોત્સવ અને શ્રી રાધાકૃષ્ણ દેવનો 28 મો પાટોત્સવ યોજાયો. - At This Time

શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજપુત ચોરા બોટાદ ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજનો 88 મો પાટોત્સવ અને શ્રી રાધાકૃષ્ણ દેવનો 28 મો પાટોત્સવ યોજાયો.


શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર રાજપુત ચોરા બોટાદ ખાતે શ્રી હરિકૃષ્ણ મહારાજનો 88 મો પાટોત્સવ અને શ્રી રાધાકૃષ્ણ દેવનો 28 મો પાટોત્સવ યોજાયો.

બોટાદના શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર,રાજપુત ચોરા,બોટાદ ખાતે ભવ્યાતિભવ્ય પાટોત્સવ અને કાવડ યાત્રા તથા ત્રિદિવસીય જ્ઞાનયજ્ઞ કથાનું આયોજન કરવામાં આવેલ. ભવ્યાતિભવ્ય અભિષેક અને અન્નકૂટ દર્શનનો ભાવિક ભક્તોને લાભ મળેલ.

મંદિરના મહંત પૂજયશ્રી શ્રીરંગદાસ સ્વામીએ તેમની દિવ્ય અમૃતવાણી દ્વારા ત્રણ દિવસ કથા વાર્તા કરેલ.

અને કોઠારીસ્વામી શ્રી ગુણનિધાન સ્વામી તથા તમામ સંતો અને સમર્પિત યુવા મંડળ તથા તમામ હરિભક્તોએ, આ મહોત્સવને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
આ પાટોત્સવના યજમાન સંદિપભાઈ મોરડીયા અને પરિવાર તથા બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતાએ ત્રણ દિવસ કથાનો ખુબ સરસ લાભ લીધેલ.
આ પ્રસંગે સરધારથી પૂજય બાલમુકુંદસ્વામી,પૂ.બ્રહ્મ સ્વામી ભાવનગરથી પૂ.સત્સંગસાગરસ્વામી મહુવાથી કોઠારી સ્વામી અને અનેક સંતોએ કથામાં ખાસ હાજરી આપી આશીર્વાદ આપેલ.મંદિરના ટ્રસ્ટી પ્રમુખ શ્રી રતિલાલભાઈ પટેલ અને ભરતભાઈ વડોદરિયા તથા તમામ ટ્રસ્ટીગણ એ પણ ખાસ જહેમત ઉઠાવી હતી.

આજે દેશ વિદેશમાં ઘરસભાના માધ્યમથી શ્રી સ્વામિનારાયણ ધર્મનો પ્રચાર પ્રસાર કરી રહેલા એવા ગુરુશ્રી પૂજયશ્રી નિત્યસ્વરૂપદાસજી(સરધાર વાળા)ની દિવ્ય પ્રેરણાથી,આ કથાનું આયોજન કરવામાં આવેલ.
જેઓ હાલ અમેરિકાના સત્સંગ પ્રવાસમાં હોય,ત્યાંથી તેમણે ટેલીફોનિક આશીર્વાદ પાઠવેલ અને તમામ ભક્તજનોના દુઃખ દૂર થાય અને સતત ભગવાનનો રાજીપો રહે,ભગવાનનું અનુસંધાન રહે તેવા દિવ્ય આશીર્વાદ આપેલ.
અહેવાલ..કનુભાઈ ખાચર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.