ઘર ખર્ચ અને બાળકોના અભ્યાસ માટે પરિણીતા કામ કરવા લાગી તો પતિએ ફડાકા ઝીંકી દીધા
પરિણીતાએ ગાંધીગ્રામમાં રહેતાં પતિ સામે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યાની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. ઘર ખર્ચ અને બાળકોના અભ્યાસ માટે પરિણીતા કામ કરવા લાગી તો પતિએ ફડાકા ઝીંકી દિધા હતાં.
બનાવ અંગે ગાંધીગ્રામમાં ગોપાલનગર શેરી નં.2 માં રહેતાં સંગીતાબેન નરસીભાઇ ઉર્ફે યોગેશભાઇ પાણખાણીયા (ઉ.વ.33) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે તેના પતિ નરશી ઉર્ફે યોગેશ લીલાધરભાઈનું નામ આપી જણાવ્યું હતું કે,
તેણી તેના પતિ અને બે બાળકો સાથે રહે છે. તેણીના પતિ સેન્ટીંગની મજુરી કામ કામ કરે છે. તેણીના લગ્નને 10 વર્ષ જેટલો સમય થયેલ છે. તેણીએ લગ્ન કર્યા ત્યારે તેમના પતિ કમાવા જતા નહિ, લગ્નના એકાદ વર્ષ બાદ ક્યારેક ક્યારેક મજુરી કામ કરવા જતા ઘરે રુપિયા આપતા નહિ, તેણીના મોટા જેઠ મહેશભાઈ ઘર ખર્ચ માટે ક્યારેક રૂપિયા આપતા હતાં. ઘરે મહેમાન આવે ત્યારે રૂપિયાની અછત પડતી જેથી તે રેડીમેડ કપડાનો વેપાર કરી રૂપિયા કમાતી હતી.
પરંતુ તેના પતિએ ના પાડી દીધેલ કે, તારે ક્યાય કમાવા જાવુ નહિ હુ તને બધુ પુરૂ પાડી દઈશ, પણ પતિ ઘર ચલાવા માટે કાંઇ આપતા નહિ, રૂપિયાની અછત હોવાથી છેલ્લા એક મહિનાથી પારકા ઘર કામ કરવાનું ચાલુ કરેલ જેથી બાળકોના અભ્યાસનો ખર્ચ ઉપડી શકે.તેણીના પતિ ગામમાંથી ઉછીના અને વ્યાજે રૂપિયા પણ લઈ આવતા હતાં. અઠવાડીયા પહેલા તેમના પતિ ગામમાં ઉછીના રૂપિયા લેવા ગયેલ.
ત્યારે જેમની પાસે રૂપિયા લેવા ગયેલ તેમણે વાત કરેલ કે, તમારા પતિ મારી પાસે રૂપિયા લેવા આવેલ છે તો આપુ કે નહિ જેથી તેણીએ ના પાડેલ એટલે પતિને રૂપિયા આપેલ નહિ, જેનો ખાર રાખી ગઈ તા.21/12/2024 ના સવારે પતિએ ફડાકા ઝીંકી દિધેલ હતાં. જે અંગે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધેલ હતી. અગાઉ પણ પતિએ ઘણી વાર માર મારેલ હતો.
બાદમાં તા.21 ના સાંજના તેણી તેના પુત્ર સાથે સામાન લઇ ઘર મુકીને અમદાવાદ માવતરને ત્યાં નિકળી ગયેલ હતી. હાલમાં તેણી દિકરા સાથે મારી માતા અને ભાઇઓ સાથે રહે છે. તેમની દીકરી પતિ પાસે છે. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.