નાગરિક બેંક ચોકમાં રાતે ત્રિપુટીની લુખ્ખાગીરીઃ ‘લારી બંધ કર’ કહી વિમલભાઇ ભગદેવ પર હુમલોઃ હાથ ભાંગી નાંખ્યો
શહેરના નાગરિક બેંક ચોક પરા બજાર પાસે રાત્રીના સાડા અગિયારેક વાગ્યે ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો હતો. ચોકમાં વર્ષોથી જય જલારામ ભેળ નામે નાસ્તાની લારી રાખી ગુજરાન ચલાવતાં આધેડને ગાળો દઇ ‘તારી લારી બંધ કરી દે' કહીને જોર જોરથી બૂમો પાડી લારીના વાસણોમાં લોખંડનો પાઇપ ફટકારી તેમજ આધેડને સળીયાથી ફટકારી હાથ ભાંગી નાખતા સારવાર માટે દાખલ થવું પડયું હતું. પરા બજારમાં અન્ય એક યુવાન અને તેનો પિત્રાઇ કાર લઇ કેરી લેવા નીકળ્યા ત્યારે તેની સાથે પણ બે ત્રણ શખ્સોએ વાહન સાઇડમાં લેવા મામલે માથાકુટ કરી ઉંધી છરીથી હુમલો કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ ભાભા હોટેલ પાછળ શ્વેત શ્યામ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૧માં રહેતાં વિમલભાઇ નાનાલાલ ભગદેવ (ઉ.વ.૪૬) રાતે સાડા અગિયારેક વાગ્યે નાગરિક બેંક ચોક પરા બજારના ખુણે પોતાની જય જલારામ ભેળની લારીએ હતાં ત્યારે આરીફ, આશીફ અને ઘોઘો નામના શખ્સે અચાનક પાઇપ સાથે ધસી આવી ગાળો દઇ જોર જોરથી રાડો પાડી તારી લારી બંધ કરી દે તેમ કહી હુમલો કરી માર મારતાં અને લારીમાં રાખેલા વાસણમાં સળીયા ફટકારી તોડફોડ કરી નુકસાન કરતાં ભય ફેલાઇ ગયો હતો.
પાઇપનો એક ઘા આરીફે વિમલભાઇ પર ફટકારતાં તેણે જમણો હાથ આડો રાખતાં કોણી ભાંગી ગઇ હતી. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. વિમલભાઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ જાણ કરતાં એ-ડિવીઝનના એએસઆઇ કે. કે. માઢક અને કુલદિપસિંહે હોસ્પિટલે પહોંચી વિમલભાઇની ફરિયાદ પરથી ત્રણેય હુમલાખોર વિરૂધ્ધ આઇપીસી ૩૨૫, ૫૦૪, ૪૨૭, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો.
વિમલભાઇએ કહ્યું હતું કે હું રાતે મારી લારીએ હતો. સાડા અગિયારેક વાગ્યે ગ્રાહકોની ભીડ હોઇ નાસ્તો બનાવતો હતો ત્યારે અચાનક આરીફ, આશીફ અને ઘોઘો પણ નાસ્તો કરવા આવ્યા હતાં. આ ત્રણેય ચારેક મહિના પહેલા અવાર-નવાર મારી લારીએ નાસ્તો કરવા આવતા હોઇ જેથી હું તેને જોયે ઓળખતો હતો. આ ત્રણેયએ કારણ વગર જોર જોરથી રાડોડ પાડી તું તારી નાસ્તાની લારી બંધ કરી દે તેમ કહેતાં મેં તેને હમણા કરુ છું તેમ જણાવતાં આરફે લોખંડના પાઇપથી નાસ્તાની લારીમાં ઘા ફટકારી તેમજ વાસણોમાં ફટકારી તોડફોડ કરી હતી. તેમજ લારી બંધ કરી દે કહી વધુ ગાળો દીધી હતી. એ દરમિયાન તેણે મારા પર પાઇપનો ઘા કરતાં હાથ આડો રાખતા કોણી ભાંગી ગઇ હતી. માણસો ભેગા થઇ જતાં ત્રણેય ભાગી ગયા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.