જસદણ પાલિક ને ડાહાપણ ની દાઢ ઉગી ટકાઉ આર સીસી રોડ તોડી ભર ચોમાસે કામ આદર્યું તૅ કામ લોટ પાણીને લાકડા જેવું થતું હોવા છતાં તંત્રના આંખ આડા કાન સરપ્રાઈઝ ચેકિંગ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે - At This Time

જસદણ પાલિક ને ડાહાપણ ની દાઢ ઉગી ટકાઉ આર સીસી રોડ તોડી ભર ચોમાસે કામ આદર્યું તૅ કામ લોટ પાણીને લાકડા જેવું થતું હોવા છતાં તંત્રના આંખ આડા કાન સરપ્રાઈઝ ચેકિંગ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે


હાલ પાલિકામા વહીવટદારનું શાસન હૉય ભ્રષ્ટાચારના ભોરીંગૅ માજામુકી છૅ તંત્રને કોઈ કહેવાવાળું કે પૂછવાવાળું જ નથી પ્રાદેશિક કમિશનર દ્વારા તપાસ થાય તો અનેકના તપેલા ચડી જાય તેમ છે ટકાઉ રોડ તોડી નવૉ રૉડ આદરતા નગરજનોમાં મોઢા તેટલી વાતો થવા લાગી છે.

(નરૅશ ચૉહલીયા દ્વારા જસદણ)
જસદણ શહેરના કૅટલાક વિસ્તારોમાં વર્ષોથી રસ્તાઓ ઉબડખાબડ હાલતમાં હૉય પસાર થતા વાહન ચાલકો રાહદારીઓને સાંઢીયા સવારી કરતા હોવાનૉ અહેસાસ થાય છે છતાં જસદણ પાલિકા દ્વારા તેનું નવીનીકરણ કે સમારકામ કરવાના બદલે શહેરના નવા બસ સ્ટેશન સુધી હજી ચાલી શકે તેવા ટકાઉ આરસીસી રોડને તોડી નાંખી નવો સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરતા નગરજનોમાં પાલિકા તંત્રની કામગીરી સામે લાખ મણના સવાલૉ ઉઠી રહ્યા છે. જસદણ પાલિકા દ્વારા અત્યંત તૂટી ગયેલા રોડના સમારકામ માટે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ જસદણ શહેરના નવા બસ સ્ટેશન સુધી મજબૂત ટકાઉ આરસીસી રોડ તોડીને નવો સીસી રોડ બનાવવાની કામગીરી હાથ ધરાતા પાલિકાએ જાણે કે બુદ્ધિનું પ્રદર્શન જ કર્યું હોય આંધળે બહેરુ કુટ્યું હોય તેવું લાગી રહ્યું છે. એને જોતા એવું પણ લાગી રહ્યું છે કે જસદણ પાલિકા તંત્ર પ્રજાના પરસેવાના પૈસાનો મનફાવે તેમ વેડફાટ કરી રહી છે. ત્યારે અધૂરામાં પૂરું આ કામના કોન્ટ્રાક્ટર દ્વારા નીતિનિયમોને નેવે મૂકી રોડની સાઈડનું લેવલીંગ કર્યા વગર અને હલકી ગુણવત્તાવાળું પીસીસી કામ કરી પોતાની મનમાની ચલાવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. છતાં જસદણ પાલિકાના જવાબદારો ના પૅટનુ પાણી હલતુ ન હૉય તૅમ સ્થળ પર ડોકાતા પણ ન હોવાથી કોન્ટ્રાક્ટરને મોકળું મેદાન મળી રહ્યું છે. ખરેખર જ્યાં પાલિકા દ્વારા નવો સીસી રોડ બનાવવામાં આવી રહ્યો છે ત્યાં અગાઉ આરસીસી રોડ હતો અને હજી તે રોડ ચાલી શકે તેવો હોવા છતાં તે ટકાઉ રોડને તોડીને નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે. છતાં પાલિકાએ બિનજરૂરી નવો રોડ બનાવવાનું કામ આદરતા નગરજનોમાં ભારે નારાજગી ઉઠવા પામી છે. હાલ જસદણ શહેરના બિસ્માર રસ્તાઓના કારણે નગરજનોને પારાવાર હાલાકી વેઠવી પડે છે. ત્યારે સારી હાલતમાં હોય તેવા માર્ગને તોડીને ક્યાં કારણોસર નવેસરથી નવો રોડ બનાવવામાં આવી રહ્યો છે તેને લઈ નગરજનોમાં પાલિકા તંત્રની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જેથી નવા બની રહેલા સીસી રોડમાં પોતાના ઘરની ધોરાજી ચલાવનાર કોન્ટ્રાક્ટર અને જસદણ પાલિકાના જવાબદાર અધિકારીઓ સામે પ્રાદેશિક નિયામક દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જસદણના જાગૃત નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.

પાલિકાને ચોમાસામાં શા માટે પાકૉ રૉડ તૉડી નવા રોડ બનાવવાનું ડહાપણ સુજ્યુ પ્રાદેશિક કમિશનર દ્વારા તપાસ થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય તેમ છે અને અનેક જવાબદારોના તપેલા ચડી જાય તેમ છે

જસદણ પાલિકા દ્વારા તાજેતરમાં જ શહેરના શાકમાર્કેટ મેઈન રોડ, નવી નગરપાલિકા કચેરીનો રોડ, ગઢડીયા રોડથી લાતીપ્લોટને જોડતો રોડ, પોલારપર મેઈન રોડ, હુડકો સોસાયટીનો મેઈન રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં નવા સીસી રોડ બનાવવામાં આવ્યા છે. પરંતુ હજી ચોમાસાનો સારો વરસાદ પણ નથી પડ્યો તે પહેલા ઉપરોક્ત તમામ રોડમાં સિમેન્ટ ગાયબ થઈ જતા અને રોડમાં કાંકરીઓ દેખાવા લાગતા કોન્ટ્રાક્ટરની બેદરકારી અનૅ પાલિકા તંત્રના જવાબદાર અધિકારીઓનો ભ્રષ્ટાચાર ઉડીને આંખે વળગી રહયૉ છે. ખુલ્લેઆમ લોકો આક્ષેપ કરી રહ્યા છે છતાં અધિકારીઓના પેટનું પાણી પણ હલતું ન હોવાથી કોન્ટ્રાક્ટરો માલામાલ બની રહ્યા છે. જેથી પાલિકાના પ્રાદેશિક નિયામક દ્વારા જસદણ શહેરમાં તાજેતરમાં બનેલા તમામ નવા રોડ-રસ્તાનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે અને તમામ રોડ-રસ્તાની ચકાસણી કરવામાં આવે તેવી નગરજનોની પ્રબળ માંગ ઉઠવા પામી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.