જીએસટીમાં બોગસ પેઢીનો વધુ એક ભાંડો ફૂટ્યો: ગેરેજ કારીગર ઝડપાયો - At This Time

જીએસટીમાં બોગસ પેઢીનો વધુ એક ભાંડો ફૂટ્યો: ગેરેજ કારીગર ઝડપાયો


તાજેતરમાં રાજકોટ સહિત રાજ્યભરમાં જીએસટી તંત્ર દ્વારા રાજ્યભરમાં બોગસ નંબર થકી જીએસટી વેરાને થતું નુકશાન અટકાવવા બાયોમેટ્રીક સેન્ટરો ચાલુ કરવામાં આવશે. જ્યાં હાઇરીસ્ક ધરાવતા શંકાસ્પદ અરજદારોએ બાયોમેટ્રીક માટે ઉપસ્થિત રહેવાનું હોય છે. આવા સેન્ટરોમાં શંકાસ્પદ અરજદારોની પૂછપરછ હાથ ધરી બાદમાં જીએસટી નંબર આપવા અંગે નિર્ણય થતો હોય છે.
ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સપ્તાહમાં જ શુક્રવારના રોજ રાજકોટ ખાતે શરુ થયેલા સૌરાષ્ટ્ર કક્ષાના જીએસટીના બાયોમેટ્રીક સેન્ટર ખાતે એક શખ્સ બોગસ જીએસટી નંબર લેતા ઝડપાઇ ગયો હતો. ફરી એકવાર આવું જ કૌભાંડ રાજકોટ જીએસટી વિભાગના બાયોમેટ્રીક સેન્ટરે ઝડપી લીધું હોવાનું જીએસટીના ઉચ્ચ અધિકારી સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત મંગળવારના રોજ રાજકોટના બાયોમેટ્રીક સેન્ટર ખાતે ટાઇલ્સના ટ્રેડર તરીકે બાયોમેટ્રીક કરાવનાર 19 વર્ષના એક શખ્સ ઉપર શંકા જતાં બાયોમેટ્રીક અધિકારીએ ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી હતી. તેમાં એવું બહાર આવેલ હતું કે આ શખ્સ અમદાવાદના એક એકાઉન્ટન્ટ દ્વારા રૂા.10 હજારની લાલચે બોગસ જીએસટી નંબર લેવા માટે આવ્યો હતો.
જો કે બાયોમેટ્રીક અધિકારીની પૂછપરછ અને તપાસ દરમ્યાન આ બોગસ નંબર લેવા આવેલ વ્યકિતનો ભાંડો ફૂટી ગયો હતો. આ અંગેની જીએસટીના સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ ટાઇલ્સના ટ્રેડર તરીકે બાયોમેટ્રીક કરાવનાર 19 વર્ષીય શખ્સ બોટાદનો મહાવીર ડોડીયા હોવાનું ખુલવા પામ્યું હતું. અને આ શખ્સ રૂા.10 હજારની લાલચે તેના દસ્તાવેજો અમદાવાદના એકાઉન્ટન્ટને આપી બોગસ નંબર લેવા માટે આવેલ હતો. જીએસટીની તપાસ દરમ્યાન આ વ્યકિતનો ભાંડો ફુટી જતાં બોટાદના આ શખ્સ સાથે આવેલ અમદાવાદના એકાઉન્ટન્ટ બાયોમેટ્રીક સેન્ટરની બહારથી ભાગી છૂટ્યા હતાં.
દરમ્યાન મહાવીર ડોડીયા નામના શખ્સનું જીએસટી તંત્રએ વિસ્તૃત નિવેદન લઇ તમામ આધાર પુરાવા સાથે પોલીસને સુપ્રત કરી દીધુ હતું. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, બોટાદનો મહાવીર ડોડીયા નામનો શખ્સ ગેરેજનો કારીગર છે. અને ગેરેજમાં વાહન રીપેરીંગનું કામ કરે છે.
પરંતુ આ શખ્સે રૂા.10 હજારની લાલચમાં આવું ખોટુ કૃત્ય આચર્યું હતું. પોલીસ દ્વારા હવે આ શખ્સની ઉંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવશે. અને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેવું જીએસટીના ઉચ્ચ અધિકારીઓ જણાવવામાં આવેલ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહમાં રાજકોટ બાયોમેટ્રીક સેન્ટર ખાતે આવું જ બોગસ નંબરનું કારસ્તાન ઝડપી લેવામાં આવેલ હતું.
ગત સપ્તાહમાં રાજકોટ બાયોમેટ્રીક ખાતે આવેલ મજૂર કક્ષાના વ્યકિતએ રૂા.20 હજારની લાલચમાં આવી પોતાના ડોક્યુમેન્ટ ઉપર બોગસ નંબર લેવા આવેલ હોવાનું ખુલ્યું હતું. આ કૌભાંડનું હજુ શાહિ સૂકાઇ નથી ત્યાં જ ફરી એક સપ્તાહ કરતાં ઓછા સમયમાં પણ બાયોમેટ્રીક સેન્ટર ખાતે વધુ એક બોગસ નંબરનું કારસ્તાન જીએસટી વિભાગે ઝડપી લીધું છે.
જીએસટી વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર અન્યના નામે બોગસ પેઢી ઉભી કરી ખોટા જીએસટી નંબરો લઇ કરચોરી કરતાં કૌભાંડીઓ સામે હવે રાજ્યવ્યાપી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને રાજ્યના દરેક બાયોમેટ્રીક સેન્ટર ખાતે આવા શંકાસ્પદ શખ્સો ઉપર બાઝ નજર રાખવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
ગત સપ્તાહમાં રાજકોટ જીએસટી વિભાગના બાયોમેટ્રીક સેન્ટર ખાતે રૂા.20 હજારની લાલચમાં બોગસ નંબર લેવા આવેલ શ્રમિક ઝડપાયા બાદ ફરી એકવાર ગઇકાલે બોટાદનો શખ્સ રૂા.10 હજારની લાલચમાં જીએસટી નંબર લેવા આવતા ઝડપાઇ ગયો: રૂા.10 હજારની લાલચ આપનાર અમદાવાદનો એકાઉન્ટન્ટ કચેરીની બહારથી ભાગી છૂટ્યો: જીએસટી એન્ફોર્સમેન્ટ વિભાગે કૌભાંડીનું વિસ્તૃત નિવેદન લઇ તમામ આધાર પુરાવા સાથે પોલીસને સોંપી દીધું: પોલીસ દ્વારા હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.