નેશનલ ડોક્ટર્સ ડે પર હિંમતનગર જિલ્લા સરકારી હોસ્પિટલના ડોક્ટર્સનું કર્યુ સન્માન. - At This Time

નેશનલ ડોક્ટર્સ ડે પર હિંમતનગર જિલ્લા સરકારી હોસ્પિટલના ડોક્ટર્સનું કર્યુ સન્માન.


નેશનલ ડોક્ટર્સ ડે પર હિંમતનગર જિલ્લા સરકારી હોસ્પિટલના ડોક્ટર્સનું કર્યુ સન્માન.

જન ઔષધી કેન્દ્ર તરફથી નેશનલ ડોક્ટર ડે પર જિલ્લા હોસ્પિટલમાં સમારંભ કાર્યક્રમ

કેન્દ્ર સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી પરિયોજના દ્વારા હિંમતનગર જન ઔષધી કેન્દ્ર તરફથી નેશનલ ડોક્ટર્સ ડે પર સોમવારે જિલ્લા હોસ્પિટલ માં સમારંભ કાર્યક્રમમાં ડોક્ટર્સને સન્માનિત કર્યા. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડો.પરેશ સીલાડરીયા હતા તેમજ અતિથિ વિશેષમાં ડો. પલ્લવ પટેલ ( પૂજન હોસ્પિટલ )હાજર હતા તેમજ ડો.બળદેવ પટેલ, ડો. હાર્દિક ભાવસાર, ડો. રીટા સિન્હા, ડો.બસંત, ડો.વિપુલ જાની ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં જન ઔષધી પરિયોજનાના ગુજરાત રાજ્યના નોડલ અધિકારી કલ્પેશ રાવલે પરીયોજનાની જાણકારી આપી હતી તેમજ જન ઔષધી કેન્દ્ર સંચાલક શ્રી હાર્દિક રાવલે જિલ્લા હોસ્પિટલના ડોક્ટર્સનો આભાર માન્યો હતો તેમજ કેન્દ્ર સંચાલક મેમણ બુસરા એ ડોક્ટર્સનું સ્વાગત કર્યું હતું. લાભાર્થી તરીકે શ્રી પી.જે.મહેતાએ પોતાનો અનુભવ વર્ણવ્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જન ઔષધી પરિયોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાને લીધે દેશના મધ્યમ તથા ગરીબ લોકોને તેનો ખાસ લાભ મળ્યો છે. લોકોને દવાઓ બજાર ભાવથી ખૂબ જ ઓછા ભાવે જન ઔષધી કેન્દ્રમાં મળી જાય છે ,તેનો ફાયદો વધુમાં વધુ લોકોએ ઉઠાવો જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.