રાજકોટ જિલ્લામાં નકલી બિયારણ પકડાતા તંત્રમાં મચી દોડધામ સતત બીજા દિવસે પણ તપાસ હિંમતનગર, ઈડર અને વડાલીમાંથી કપાસ બિયારણના ૧૩ જેટલા નમૂના લેવામા આવ્યાં સાથે 10 પેઢીને નોટિસ આપી
(રીપોર્ટર સદ્દામ મનસુરી દ્વારા )
સૌરાષ્ટ્રના રાજકોટમાંથી કપાસનું નકલી બિયારણનો જથ્થો મળી આવ્યા પછી સાબરકાંઠામા ઈડરમાંથી બિયારણ સપ્લાય થયાની રાજકોટ ગ્રામ્ય એસ.ઓ.જી.ની તપાસમાં બહાર આવ્યા પછી પ્રતિબંધિત વેપલાના એ.પી.સેન્ટર બની રહેલા
સાબરકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે ૨૩ સ્થળે તપાસ કરી છે. જેમાં હિંમતનગર, ઈડર, વડાલીમાં કપાસના બિયારણના ૧૩ સેમ્પલ લેવાયાં છે તેમજ સ્ટોકપત્રકની અનિયમિતતા જણાતાં ૧૦ જેટલી પેઢીઓને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.