મહિસાગર જિલ્લાના ચૂથાના મુવાડા ગામે રુડીગત ગ્રામ સભા યોજાઈ. - At This Time

મહિસાગર જિલ્લાના ચૂથાના મુવાડા ગામે રુડીગત ગ્રામ સભા યોજાઈ.


મહિસાગર જિલ્લાના ચૂથાના મુવાડા ગામે રુડીગત ગ્રામ સભા યોજાઈ

મહિસાગર જિલ્લાના ચૂઠાના મુવાડા ગામે ૨૪ ડિસેમ્બર ૨૦૨૩ ના દિવસે રૂઢિગત ગ્રામસભા અરવલ્લી જિલ્લાના કંવિનર સોમાભાઈ તાવિયાડ તથા કડાણા તાલુકાના પોલીસ પટેલ પ્રમુખ રમેશભાઈ પાદરીયા ની અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ રૂઢિગત ગ્રામ સભામાં આદીવાસી સમાજ લોકોને પડતી તકલીફો, તથા આદિવાસીઓ ના મુળભુત અધિકારો મળે તે બાબત જે આદિવાસીઓ સરકારી લાભોથી વંચિત છે. તેઓના તેમના હકક મળે તેમજ તેઓના પ્રશ્નો સરકાર સુઘી પહોંચે તે બાબતની તેમજ આદિવાસી લોકો માં પોતાના હક્કો પ્રત્યે તેમજ સામાજિક ધોરણે જાગૃતતા આવે તે બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેમાં ચૂઠાના મુવાડા ના પોલીસ પટેલ તરીકે વરણી બારીયા ગુલાબભાઈ છત્રરાભાઈ ની કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ નિમિત્તે રુડીગત ગ્રામસભા ના અરવલ્લી જિલ્લાના કંવિનર સોમાભાઈ તાવિયાડ તથા મહિસાગર જિલ્લાના પોલીસ પટેલ કન્વિનર રમેશભાઈ પાદરીયા તથા કડાણા તાલુકાના કન્વિનર વાગડીયા નવીનભાઈ લક્ષમણભાઈ, સહ કન્વિનર ડોડીયાર હિતેશભાઈ સુરમાભાઈ, સંતરામપુર તાલુકા કન્વિનર પાદરીયા ઉદેસિંહભાઇ રામાભાઈ (વેણા) તથા પોલીસ પટેલ સભ્યો, ગામજનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.