માલવિયાનગર વિસ્તારમાં દેશીનો બાર, 24થી વધુ પ્યાસીઓ પી રહ્યા હતા દારૂ - At This Time

માલવિયાનગર વિસ્તારમાં દેશીનો બાર, 24થી વધુ પ્યાસીઓ પી રહ્યા હતા દારૂ


રાજકોટ પોલીસ મોટા ગુના તો ઠીક દેશી દારૂનું દૂષણ પણ બંધ કરાવી શકતી નથી

જાણે છાશનું વિતરણ થતું હોય તેવી રીતે દેશી દારૂની કોથળીઓની છોળો ઉડતી હતી

ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ હોય તેમ રાજકોટમાં સરાજાહેર દેશી દારૂનો બાર ચાલતો થયો હોય તેમ જેનો એક વીડિયો મંગળવારે વાઇરલ થયો છે. જેમાં શહેરના એક વિસ્તારમાં આવેલા મકાનમાં દેશી દારૂનો બાર શરૂ થતા નશો કરતા કેટલાક શખ્સો મહેફિલ માણતા નજરે પડ્યા છે. જે વીડિયો વાઇરલ થતા પોલીસ તંત્રમાં દોડધામ મચી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.