જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી તપાસણી કેમ્પ યોજાયો - At This Time

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ – સાહેલી દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી તપાસણી કેમ્પ યોજાયો


જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા નિઃશુલ્ક ફિઝીયોથેરાપી તપાસણી કેમ્પ યોજાયો

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા છાયા ઓર્થોપેડિક એન્ડ ફિઝયોથેરાપી હોસ્પિટલ વિશિષ્ઠ કસરત વિભાગ ની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે સ્ટેશન રોડ બોટાદ ખાતે તા.૨/૬/૨૪ ના રવિવાર ના રોજ હાડકા ,કમર , સાયટીકા ,હાથ-પગ નો દુખાવો , લકવા ,સ્નાયુઓ નો દુખાવો , ફ્રેકચર પછી ની સારવાર , રમત ની ઇજા વગેરે રોગોનો નિઃશુલ્ક તપાસણી કેમ્પ યોજાયો.જેમાં સાહેલી ના સભ્ય ડો.નયના બેન સોલંકી દ્વારા ૪૦ જેટલા દર્દીઓ ને તપાસવામાં આવેલ.
આ પ્રસંગે સાહેલી ના પ્રમુખ હેમલતા બેન દેસાઈ , જાયન્ટ્સ ફેડરેશન ૩/બી ના યુનિટ ડિરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , સાહેલી ના બેલાબેન રોજેસરા , નીતાબેન લખાણી , આશાબેન રાજગોર , નાદિરાબેન દરેડિયા , જાયન્ટ્સ ના મુકેશભાઈ જોટાણીયા , મન્સૂર ભાઈ ખલયાણી વગેરે ઉપસ્થિત રહેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.