રૂખડીયાપરાતેમજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસેથી ક્રિકેટ સટ્ટો રમતાં બે પકડાયો
શહેરમાં આઈપીએલના ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા બે શખ્સોને ક્રાઈમ બ્રાન્ચ અને પ્ર.નગર પોલીસે ઝડપી લીધા હતા.બંનેના મોબાઈલ જપ્ત કરવામાં આવ્યા હતા.વધુ વિગતો મુજબ,સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે માધવ પ્રસાદ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા
નેમીશ વિનયકાંત હિંડોચા નામનો યુવાન પોતાના ઘર પાસે મોબાઈલમાં dimondexh.com નામની માસ્ટર આઇડી રાખી માસ્ટર આઇડીમાં અન્ય ગ્રાહકો ને ક્રિકેટ મેચને રમવાની આઈડી ફોરવર્ડ કરી અને પોતે પણ પોતાના મોબાઈલમાં રહેલી માસ્ટર આઇડી વડે ચાલતી ચેન્નઈ સુપર કિંગ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સ વચ્ચેની ટી20 ક્રિકેટ મેચ પર સટ્ટો રમી અને રમાડતો હોવાની બાતમી મળતા ક્રાઇમબ્રાન્ચના વિજય મેતા અને સ્ટાફે તેમની ધરપકડ કરી હતી.તેમની પાસેથી એક મોબાઈલ જપ્ત કર્યો હતો.
નેમિશની પૂછપરછમાં પોતે લેડીઝ વેરનો હોલસેલ વેપાર કરે છે અને પોતાને આઈડી સુરતના શખ્સે આપી હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે બીજા બનાવમાં સુખડિયા પરા પાસે આવેલી મંગલ પાંડે સ્કૂલની નજીક આઈપીએલની ક્રિકેટ મેચ પર સેશન લેતો હોવાની બાતમીને આધારે પ્ર.નગર પોલીસ મથકના પી.એસ.આઇ એ.એ.ખોખર સહિતના સ્ટાફે રેલનગરના અજયસિંહ ઉર્ફે રિસ્કી ભાણું કનુભા જાડેજાને પકડી લીધો હતો અને તેમની પાસેથી એક મોબાઇલ જપ્ત કરવામાં આવ્યો છે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.