રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ” વિષય પર વર્કશોપનું આયોજન કરાયું. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ” વિષય પર વર્કશોપનું આયોજન કરાયું.


રાજકોટ શહેર તા.૭/૧૦/૨૦૨૪ ના રોજ જર્મનીની એજન્સી GIZના સમર્થન સાથે ભારત સરકારના કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) જર્મન ફેડરલ મિનિસ્ટ્રી ફોર ઇકોનોમિક કો-ઓપરેશન (BMZ) દ્વારા કમિશન્ડ કરાયેલ 'સસ્ટેનેબલ અર્બન મોબિલિટી, એરક્વોલિટી, ક્લાઇમેટ એક્શન અને એક્સેસિબિલિટી’ સંબંધિત ક્ષેત્રના પ્રોજેક્ટની અમલવારી માટે ટેકનીકલ સહયોગ ઉપલબ્ધ થઇ રહ્યો છે. આ પ્રોજેક્ટ ભારતના પ રાજ્યો (ઓડિશા, ગુજરાત, કેરળ, કર્ણાટક, મેઘાલય) માંથી પસંદ કરેલા નવ શહેરોમાં લાગુ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાતમાંથી રાજકોટ અને સુરત શહેરનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ૨૩મી મેના રોજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે એક વર્કશોપ પણ આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં કમ્પ્લીટ સ્ટ્રીટના સિદ્ધાંતોની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. અગાઉના વર્કશોપને અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા અને GIZ દ્વારા 5 અને 6 ઓક્ટોબરના રોજ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ માટે ૨-દિવસીય કંપલીટ સ્ટ્રીટ ડેવલપમેન્ટ (Complete Street Development) વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવેલ. આ વર્કશોપમાં મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, નાયબ મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરે, ચેતન નંદાણી, સિટી એન્જી.ઓ વાય.કે.ગોસ્વામી, પરેશ અઢિયા તેમજ SUM-ACAના ટીમ લીડર મંજુનાથ શેખર, GFAના નિલેશ પ્રજાપતિ અને ફરાઝ અહમદ, જના અર્બન સ્પેસ ફાઉન્ડેશન (JUSP) ના પ્રશિક્ષકો (trainers) અને રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ દરમ્યાન પોતાના વક્તવ્યમાં મ્યુનિસિપલ કમિશનરએ રાજકોટના રસ્તાઓ, તમામ ઉપયોગકર્તાઓના ઉપયોગને ધ્યાને લઇ ડિઝાઇન કરવા જણાવેલ. રસ્તાઓની ડિઝાઇન દરમ્યાન બાળકો, મહિલાઓ, વૃદ્ધો અને physically disable ની જરૂરતોને ધ્યાન આપવા જણાવેલ. તમામ રસ્તાઓની ડિઝાઇન દરમ્યાન રસ્તા માટે અનુમાનિત વાહનોની સ્પીડ, રસ્તાની પહોળાઈ, આસપાસમાં આવેલ બિલ્ડીંગના વપરાશકર્તા તેમજ અંડર ગ્રાઉન્ડ યુટીલીટી સર્વિસીસને વિશેષ ધ્યાન આપવા જણાવેલ. રાજકોટના તમામ પ્રકારના રસ્તાઓની street Typologies ફિક્સ કરીને તેને લગત એક મોડલ ડિઝાઇન તૈયાર કરવા પણ જણાવેલ હતું. આ વર્કશોપ ટેન્ડર S.U.R.E મેથડ પર કેન્દ્રિત રહી હતી. આ વર્કશોપમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને કમ્પ્લીટ સ્ટ્રીટ ડેવલોપમેન્ટ માટેના આયોજન, ડિઝાઇન, નિર્માણ, સંચાલન અને જાળવણી માટેના વિવિધ અભિગમો વિષે માર્ગદર્શન આપવામાં આવેલ. વર્કશોપમાં શહેરી રસ્તાઓના પ્રોજેક્ટ અમલીકરણ દરમ્યાન ટેન્ડર S.U.R.E. ની માર્ગદર્શિકા થકી યુનિફોર્મ ટ્રાવેલ લેન, સંગઠિત ભૂગર્ભ ઉપયોગિતાઓ, સલામત માર્ગ જંકશન અને નોન-મોટરાઇઝ્ડ ટ્રાન્સપોર્ટ (NMT) ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા બાબતે ચર્ચા કરવામાં આવેલ. આ ઉપરાંત ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા પ્રોજેક્ટ મેનેજમેન્ટ અંગે જાણકારી આપવામાં આવી હતી.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.