ધંધુકામાં લોક માંગણીને ધ્યાને લઈ હાલ નવા વેરા વધારાને સ્થગિત રાખવા સૂચનામાં આપવામાં આવી - At This Time

ધંધુકામાં લોક માંગણીને ધ્યાને લઈ હાલ નવા વેરા વધારાને સ્થગિત રાખવા સૂચનામાં આપવામાં આવી


ધંધુકા વિધાનસભા ના ધારાસભ્ય શ્રી દ્વારા નવા ચીફ ઓફિસર શ્રી વિશાલ પટેલ સાહેબ નું સન્માન કરવામાં આવ્યું અને ધંધુકા મામલતદાર સાહેબ વિજયસિંહ તથા ધંધુકા વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ શેઠ અને વેપારી મંડળ સાથે બેસીને નગરપાલિકાના વેરા વધારા ને લગતા પ્રશ્નોની ચર્ચા કરી અને લોક માંગણીને ધ્યાને લઈ હાલ નવા વેરા વધારાને સ્થગિત રાખવા સૂચનામાં આપવામાં આવી હતી.

ધંધુકા વેપારી મહામંડળ ના પ્રમુખ રાજેશભાઇ પટેલ તથા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી ની અધ્યક્ષતામાં ધંધુકા વેપારી મહામંડળ ની કારોબારી મહાત્મા કાકા ના જીન માં બોલાવામાં આવી જેમાં તાજેતરમાં ધંધુકા નગરપાલિકા દ્વારા વધારાયેલા ટેક્ષ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી ધંધુકા મામલતદાર સાહેબ ડાભી સાહેબ તથા નવા ચીફ ઓફિસર વિશાલ પટેલ સાહેબ દ્વારા આ અંગે ખુલાસો કરવામાં આવ્યો કે મિલ્કત અંગે ના ટેક્સ માટે કોઈ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી અને હાલ કોઈ પણ પ્રકાર ના ટેક્સ મા કોઈ પણ જાત ના વધારાનો અમલ કરવામાં આવશે નહીં ધારાસભ્ય શ્રી તથા રાજુભાઈ પટેલ ના પ્રયત્નો ને કારણે ધંધુકા ના વેપારી ભાઇઓ તથા નગરજનો ના પ્રશ્નો નું સુખદ નિરાકરણ આવેલ છે.

આ પ્રશ્ન નું સુખદ નિરાકરણ આપવા માટે ધંધુકા વેપારી મહામંડળ ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી તથા મામલતદાર સાહેબ શ્રી ડાભી સાહેબ તેમજ ચીફ ઓફિસર શ્રી વિશાલ પટેલ સાહેબ નો હાર્દિક આભાર માને છે

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.