ભરૂચ: નારી વંદન ઉત્સવ અંતર્ગત ધ રોયલ સ્કુલ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ જાગૃતિ કાર્યક્રમ યોજાયો - At This Time

ભરૂચ: નારી વંદન ઉત્સવ અંતર્ગત ધ રોયલ સ્કુલ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫ જાગૃતિ કાર્યક્રમ યોજાયો


ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, જિલ્લા આરોગ્ય વિભાગના નેતૃત્વ હેઠળ નારી વંદન ઉત્સવ અંતર્ગત ‘બેટી બચાવો બેટી પઢાવો’ દિવસની ઉજવણી ‘ધ રોયલ સ્કુલ’ ભરૂચ ખાતે આયોજન કરાયું હતું. કાર્યક્ર્મની શરૂઆત કાર્યક્ર્મમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તેમજ પુષ્પ આપી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા પ્રાસંગિક ઉદ્દ-બોધન કરવામાં આવ્યું હતું. દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી પી.વી.વસાવા દ્વારા મહિલા કાયદા તેમજ મહિલા હેલ્પલાઇન વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી. જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે.એસ.દુલેરા દ્વારા PC PNDT અધિનિયમ, લિંગ ભેદભાવ અને લિંગ પરીક્ષણ શું છે? વગેરે વિષેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
DHEW ટીમ દ્વારા હાઇજીન વિશેની સમજ તેમજ ગુડ ટચ બેડ ટચ વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી કાશ્મીરાબેન સવંત, દહેજ પ્રતિબંધક અધિકારી પી.વી.વસાવા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જે.એસ.દુલેરા,ધ રોયલ સ્કુલના પ્રિન્સીપાલ, મિશન કો-ઓર્ડિનેટર સેજલબેન પ્રજાપતી તેમજ DHEW ટીમ તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ તેમજ સ્કુલની વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહ્યા હતા.


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.