ચોટીલા થાનગઢ ધારાસભ્ય તેમજ જીલ્લા પોલીસવડા સહિતના આગેવાનોએ પાંજરાપોળ ની મુલાકાત લીધી. - At This Time

ચોટીલા થાનગઢ ધારાસભ્ય તેમજ જીલ્લા પોલીસવડા સહિતના આગેવાનોએ પાંજરાપોળ ની મુલાકાત લીધી.


થાનગઢના પાંજરાપોળ ખાતે એક પોલીસ ઉભો કરેલો વિવાદ ચર્ચાના ચગડોળે ચડ્યો છે જેમાં લાલાભાઈ પોલીસે ટ્રસ્ટીઓને કથિત ધમકી દીધાની લગભગ ત્રણેક જેટલી પોલિસ ફરિયાદો પણ દાખલ થઈ ગયી છે જ્યારે તારીખ 28/6ને શુક્રવારના રોજ બપોરે જિલ્લા પોલિસ વડા, ડી.વાય.એસ.પી. લીમડી, થાનગઢ પી.આઈ. તેમજ ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, આલકુબાપુ ભગત તથા પ્રતાપભાઈ ખાચર વિગેરે અગ્રણીઓ એ થાનગઢ પાંજરાપોળની ઓચિંતી મુલાકાત લઈને અબોલ જીવોની પરિસ્થિતિ સમજવાનો પ્રયત્ન કર્યો હતો જિલ્લા પોલીસ વડાએ અબોલ જીવોની મુલાકાત લઈ થાનગઢ પી.આઈ. ને પાંજરાપોળ ખાતે કોઈ પણ વ્યક્તિ નુકસાનકારક પ્રવૃત્તિ કરે તો કોઈની પણ શેહ શરમ રાખ્યા વગર કડક હાથે કામગીરી કરવાની સૂચના આપી હતી તેમજ બિનધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળતી વિગતો અનુસાર પાંજરાપોળના સમગ્ર પ્રકરણ ના મુખ્ય સૂત્રધાર ની બદલી ગોધરા ખાતે કરવાના સંકેતો પણ આપ્યા હતા આ સંસ્થા દ્વારા ઇજા પામેલા પક્ષીઓને સારવાર આપી જ્યારે તે ઉડવા લાયક થાય ત્યારે તેને ઉડાડવામાં આવતા હોય છે આજરોજ આવા જ અમુક સાજા થયેલા કબુતરોને જિલ્લા પોલિસ વડાના હાથે આકાશમાં ઉડાડીને મુક્ત કરવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.