પૈસાની લેતી-દેતી મામલે એસ્ટેટ બ્રોકર બંધુ પર દિનેશ ગોતલર અને તેના ભાઈનો હુમલો - At This Time

પૈસાની લેતી-દેતી મામલે એસ્ટેટ બ્રોકર બંધુ પર દિનેશ ગોતલર અને તેના ભાઈનો હુમલો


જલારામ હોટેલની સામેની શેરીમા પૈસાની લેતી-દેતી મામલે એસ્ટેટ બ્રોકર બંધુ પર દિનેશ ગોતલર અને તેના ભાઈએ પાનાથી હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મોટા મવામાં રહેતાં રમેશભાઇ ગોવીંદભાઈ બાંભવા (ઉ.વ.37) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે દિનેશ સોડા ગોલતર અને સંજય ગોલતરનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ જમીન-મકાન લે-વેંચનું કામ કરે છે. તેઓને દિનેશ ગોલતર અને સંજય ગોલતર સાથે પૈસાની લેતી-દેતી થયેલ હતી અને બાદમાં બે વર્ષથી મતભેદના લીધે બન્ને ભાઇઓને તેઓ બોલાવતા નથી.
તેઓ મનહર પુરગઈ રાત્રીના સાડા નવેક વાગ્યાની આસપાસ તેઓને ફોન આવેલ કે, મને ઓળખેશ હું દિનેશ ગોલતર બોલૂ છુ અને તારી પાસેથી રૂ.25 હજાર લેવાના બાકી છે કહીને ફોનમા ગાળો આપવા લાગેલ, તેમને ગાળો બોલવાની ના પાડતા સમજાવેલ કે, હુ મારા પરિવાર સાથે છુ અને તમને રૂબરૂ આવીને મળુ છુ. કહેતાં ઉશ્કેરાઈને ગાળો બોલવા લાગેલ જેથી તેઓના ભાઈ સાથે લક્ષ્મિના ઢોરે જલારામ હોટેલની સામેની શેરીમા ગયેલ ત્યારે દિનેશ અને તેનો ભાઈ સંજય ત્યા બેઠા હતા અને તેમને વાત કરવા ગયેલ ત્યારે દિનેશ ઉશ્કેરાઈને તેમના ભાઈને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગેલ હતો.
દરમિયાન ફરિયાદી વચ્ચે પડતા દિનેશે ખટારાના ટાયર ખોલવાનુ લોખંડના પાના વડે તેઓના ભાઈના માથામા મારી દીધેલ અને તેમને પણ ઢીકાપાટુનો માર મારેલ હતો. દરમિયાન લોકો એકઠાં થઈ જતાં દિનેશે કહેલ કે,રૂ. 25 હજાર આપી દેજે બાકિ બંને ભાઈઓને પતાવી દઇશ આવી ધમકી આપેલ હતી. બાદમાં તેઓના ભાઈને ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની શોધખોળ હાથ ધરી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.