દરેક વોર્ડમાં સંકલ્પ યાત્રા : ઘરઆંગણે યોજનાના લાભો માટે કેમ્પ - At This Time

દરેક વોર્ડમાં સંકલ્પ યાત્રા : ઘરઆંગણે યોજનાના લાભો માટે કેમ્પ


સરકારના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં આયોજન અનુસંધાને રાજકોટ મનપા દ્વારા તા.28-11થી 15-12 દરમ્યાન વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. જેમાં દરેક વોર્ડમાં રથ ફેરવવામાં આવશે અને નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓના લાભો આપવા તમામ વોર્ડમાં ફરશે અને એ દરમ્યાન દરેક વોર્ડમાં યાત્રા ફરશે. દરરોજ સવારે 9:30 થી 1:30 વાગ્યા દરમ્યાન તથા બપોર પછી 3:30 થી 7:00 વાગ્યા દરમ્યાન યોજનાકીય કેમ્પ યોજવામાં આવનાર છે.
તા.28ના મંગળવાર સવારે 9:30 કલાકે સંતોષીનગર પ્રાથમિક શાળા નં.98, રેલનગર પાણીના ટાંકા પાસે, ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં, 80 ફૂટ રોડ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થશે. મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને તથા કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્યો ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઇ બોઘરા અને મંત્રી બિનાબેન આચાર્ય તથા કમિશનર આનંદ પટેલની ઉપસ્થિતિમાં યોજાનાર કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, મહામંત્રીઓ અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, અને ડો.માધવ દવે તથા અતિથિ વિશેષ તરીકે શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઇ રાડીયા ઉપસ્થિત રહેશે.
વોર્ડ નં.3માં સવારે સંતોષીનગર પ્રાથમિક શાળા નં.98 ખાતે અને બપોર પછી માધાપર તાલુકા સ્કૂલ ખાતે યોજનાકીય કેમ્પ યોજાશે. જ્યારે તા.29ના રોજ વોર્ડ નં.1માં સવારે ઝાકિર હુસેન પ્રા. શાળા, રૈયાધાર ખાતે અને બપોર પછી શાળા નં.89, રૈયા ગામ ખાતે, તા.30ના રોજ વોર્ડ નં.18માં સવારે તાલુકા શાળા, કોઠારિયા ખાતે અને બપોર પછી નારાયણનગર ક્ધયા શાળા, કોઠારિયા સોલ્વન્ટ ખાતે, તા.1ના રોજ વોર્ડ નં.17માં સવારે શ્રી સર્વપલ્લી રાધાક્રિશ્નન શાળા નં.63, દેવપરા શાક માર્કેટની પાછળ, કોઠારિયા રોડ ખાતે અને બપોર પછી શ્રી અરવિંદભાઈ મણિયાર શાળા નં.61, હુડકો પોલીસ ચોકી સામે, કોઠારિયા રોડ ખાતે તા.2ના રોજ
વોર્ડ નં.16માં સવારે શ્રી કાંતિભાઈ વૈદ્ય કોમ્યુનિટી હોલ, કોઠારિયા મેઇન રોડ ખાતે અને બપોર પછી શાળા નં.49, મહેશ્વરી સોસાયટી ખાતે, તા.3ના રોજ વોર્ડ નં.8માં સવારે મલ્ટી એક્ટીવીટી સેન્ટર, નાનામવા સર્કલ ખાતે અને બપોર પછી આર.એમ.સી. પ્લોટ, અમિન માર્ગના ખૂણે, જેડ બલ્યુ સામે, 150 ફૂટ રિંગ રોડ ખાતે, તા.4ના રોજ વોર્ડ નં.2માં સવારે છોટુનગર કોમ્યુનિટી હોલ ખાતે અને બપોર પછી મહર્ષિ દધીચી શાળા નં.59, બજરંગવાડી ખાતે, તા.પના રોજ વોર્ડ નં.4માં સવારે હોકર્સ ઝોન, મોરબી રોડ જકાતનાકા ખાતે અને બપોર પછી ભગવતીપરા પાસે, ઝાંઝરિયા હનુમાન ખાતે કેમ્પ યોજાશે. આ રીતે તા.15-12 સુધીનો વિસ્તાર વાઇઝ કાર્યક્રમ મહાપાલિકાએ નકકી કર્યો છે
અને તે મુજબ લોકોને પોતાના વિસ્તારમાં યોજનાકીય કેમ્પના લાભ મળશે તેમ મેયર નયનાબેન પેઢડીયા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટે. ચેરમેન જયમીનભાઈ ઠાકર, કમિશનર આનંદ પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઈ રાડીયાએ જણાવ્યું હતું. આ યોજનાકીય કેમ્પમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આર.સી.એચ., આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ-બસ સેવા, અમૃત યોજના, પી.એમ. ઉજ્જવલા યોજના, પી.એમ. મુદ્રા લોન યોજના, ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, પી.એમ. વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના, ખેલો ઇન્ડિયા, ઉડાન યોજના, વંદે ભારત અને અમૃત ભારત સ્ટેશન યોજના અને મામલતદાર કચેરી હસ્તકની સરકારની વિવિધ યોજનાઓ અંગે કામગીરી કરવામાં આવશે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.