ધંધુકા તાલુકાના ફતેપુર ગામની પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી ઓ દ્વારા ગણવેશ વિતરણ સહાય અને સન્માન કાર્યક્રમ યોજાયો.
ધંધુકા તાલુકાના ફતેપુર ગામની પ્રાથમિક શાળા ખાતે દાતાશ્રી ઓ દ્વારા ગણવેશ વિતરણ સહાય અને સન્માન કાર્યક્રમ યોજાયો.
આજકાલ લોકો ખુબ પ્રમાણમાં પૈસા કમાતા થઇ ગયા હોય છે પણ જયારે તેઓ ઉચ્ચ સ્તરે પહોચી જાય છે ત્યારે 1000માં એક જ વ્યક્તિ તે પરિસ્થિતિને આધીન રહીને સૌથી નીચાણ વાળા વિસ્તારમાં રહેતા વિધાર્થીઓને કંઈક મદદરૂપ થઈને સિંહ ફાળો આપતાં હોય છે એવુજ એક પ્રામાણિક અને પ્રેરણા દાય ક ઉદાહરણ જીગ્નેશભાઈ ઠક્કર દ્વારા ફતેપુરા ખાતે આપવામાં આવ્યું હતું.
આજ રોજ ધંધુકાના ફતેપુર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ શિક્ષણ ગણ તેમજ ગામ લોકોએ સાથે મળીને દાતાશ્રી
જીગ્નેશભાઈ તેમજ તેમના પરિવાર અને જસ્સીદાદી ને કુવારીકા ઓ દ્વારા તેમનુ સન્માન કરવામાં આવ્યું હતું
અમદાવાદ જિલ્લાના ધંધુકાના ફતેપુર પ્રાથમિક શાળામાં દાતાઓ દ્વારા ગણવેશ વિતરણ કાર્યક્રમ તથા દાતાઓનું સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અમદાવાદનાં જાણીતા બિલ્ડર જીગ્નેશભાઈ તરફથી મળેલ ગણવેશની જોડિઓ બાળકોને પોતાના જન્મદિવસની ભેટ સ્વરૂપે ફતેપુર પ્રાથમિક શાળામાં રૂબરૂ હાજરી આપી વિતરણ કર્યું હતું. આજનાં દીવસે જીગ્નેશભાઈ ઠકકર નો જન્મ દિવસ પણ હોવાથી સાવ અંતરિયાળ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળા શ્રી ફતેપુર પ્રાથમિક શાળાનાં બાળકો વચ્ચે કેક કાપી પોતાનાં જન્મ દિવસની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. આ પ્રસંગે જીગ્નેશભાઈની આખી ટીમ તેમજ ગુજરાતી ફિલ્મ જગતનાં નામંકિત હાસ્ય કલાકાર જસ્સીદાદીએ પણ હાજરી આપી વિધાર્થીઓને ખુબ હસાવ્યા હતી.એપી એમ સી પૂર્વ ચેરમેન સહદેવસિંહ ગોહિલ, તેમજ આ પ્રસંગે વિધાર્થીઓ, ગામ લોકોએ મોટી સંખ્યામાં હાજરી તેમજ ગામ લોકોએ જરુરી સહયોગ તેમજ ફતેપુર રામદેવપીર મંડળ તેમજ ફતેપુર પ્રા શાળા નાં આચાર્ય હરપાલસિંહ ડોડીયા અને શાળા સ્ટાફે ખૂબ જ જહેમત ઉઠાવી હતી સાથે બાળકોને બટુકભોજન પણ કરાવવામાં આવ્યું હતું.
રિપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.