અહીંથી નીકળ’ કહી બે યુવાન પર ફિરોજ ખાટકીનો છરીથી હિંચકારો હુમલો
ભગવતીપરા પુલ પાસે અહીંથી નીકળ કહીં’ બે યુવાન પર ફિરોજ ખાટકી નામના શખ્સે છરીથી હિંચકારો હુમલો કરી દેતાં બંને યુવાનને સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે ભગવતીપરા સમનવય હાઈટમાં રહેતાં રિયાઝભાઇ મુસ્તુફાભાઈ દીવાન (ઉ.વ.18) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ફિરોજ ખાટકીનું નામ આપી જણાવ્યું હતું કે, તે વાસણની દુકાન સમીર સેલ્સ કોર્પોરેશન જે દિવાનપરા 17 માં આવેલ છે તેમ મજૂરીકામ કરે છે
ગઈ રાત્રીના નવ વાગ્યાની આસપાસ કામેથી ઘરે ભગવતીપરામાં એકટીવા લઈ જતો હતો દરમ્યાન ભગવતીપરા પુલ ઉતરતા તેમના મિત્ર ઇસોભા, સુફીયાન અને અમન ચા-પાણી તથા પાન ફાકીની દુકાને ઉભેલ હોય તો ત્યા ફાકી ખાવા માટે ઉભો રહેલ હતો.
દરમ્યાન બે બાઇકમાં ચાર શખ્સો આવેલ અને કહેવા લાગેલ કે, અહીંથી નીકળ જેમાથી ફિરીયો ખાટકીએ ગાળો બોલવા લાગેલ અને ઉશ્કેરાઈ જઈ તેના છરી કાઢી પડખામાં ઘા ઝીંકી દિધો હતો. તેમના મિત્રો તેમને છોડાવવા આવતા તેને પણ છાતીના ભાગે છરી મારી દિધેલ હતી. બાદમાં આરોપીઓ નાસી છૂટ્યા હતાં અને ઇજાગ્રસ્ત બંને યુવાનોને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બનાવ અંગેની ફરીયાદ પરથી
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.