ચકલી એક નાનું, હલકા કત્થાઇ રંગનું, નાની પુંછ અને ટુંકી પણ મજબુત ચાંચ ધરાવતું પક્ષી છે. મુખ્યત્વે તે અનાજનાં દાણા તો ક્યારેક - At This Time

ચકલી એક નાનું, હલકા કત્થાઇ રંગનું, નાની પુંછ અને ટુંકી પણ મજબુત ચાંચ ધરાવતું પક્ષી છે. મુખ્યત્વે તે અનાજનાં દાણા તો ક્યારેક


ચકલી એક નાનું, હલકા કત્થાઇ રંગનું, નાની પુંછ અને ટુંકી પણ મજબુત ચાંચ ધરાવતું પક્ષી છે. મુખ્યત્વે તે અનાજનાં દાણા તો ક્યારેક નાના જંતુઓ પણ ખાય આં વિવરણ સાથે બાળકો નું બાળપણ વીત્યું હસે નાના બાળકો ને એમની બા "એક હતો ચકલો , અને એક હતી ચકલી " એમ માંડી ને વાત નો આરંભ થતો વાર્તા ઓ તો કદાચ ચકલી વગર અધૂરી જ ગામડા માં ઘર , પાદર ઓરડા , મંદિર ઓ માં ચકલી ની ચી ચી ચી ચી ના સંભળાય તો એ નિર્જીવ જ ગણાય સવાર, બપોર , સાંજ ચકલી ના રામ રામ વીસ માર્ચ નો દિવસ એ વિશ્વ ચકલી દિવસ ગણવા માં આવવ્યો છે બાળકો ની વાર્તા માં
૧ ઘાર ચકલી
૨ દેવ ચકલી
નો પણ ઉલ્લેખ થાય છે
૧ દેવચકલી

દેવચકલી એક નાનું સ્ફૂર્તિલું પક્ષી છે. તેને સામાન્ય ભાષામાં કાળીદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.

આ ચકલી કદમાં ચકલી કરતાં ખાસ મોટું હોતું નથી, નરનો રંગ કાળો પણ અંદર ભૂરી ઝાંય વાળો હોય છે. શિયાળામાં પીઠ પર કથ્થાઇ રાખોડી હોય છે. તેનાં ચાંચ અને પગ કાળા રંગના,આંખ પણ કાળા રંગની હોય છે. માદાનો રંગ કથ્થાઇ હોય છે. માદા નિસ્તેજ ભૂરા રંગીન અને કોઈ પણ જાતનો પાંખ પર પેચ હોતો નથી. તેનું વૈજ્ઞાનિક નામ સક્સિકોલોઇડ્સ ફૂલિકેટ્સ છે.

આ ચકલી ગુજરાત તથા ભારતમાં બધેજ,બાંગ્લાદેશ,નેપાળ,પાકિસ્તાન,શ્રીલંકા વિગેરે બધેજ જોવા મળે છે.આ પક્ષી ખુલ્લા પથરાળ તેમજ ઘાંસીયા મેદાન,વગડામાં તેમજ માનવ વસાહતો પાસે જોવા મળે છે. તે શરમાળ અને ભોળું પક્ષી છે.ઝીણી જીવાત અને ઉધઇ ખાય છે. સાંજનાં સમયે ઉડતી જીવાત ખાવા માટે ટેવાયેલ હોય છે.

તેની માળા બાંધવાની ઋતુ એપ્રિલથી જૂન છે. આ પક્ષી ખડકોનાં પોલાણ,થડનાં પોલાણ તથા દિવાલોનાં ખાંચામાં માળો બનાવે છે.માળામાં ૪ થી ૬ ઇંડા મૂકે છે.તેનાં ઇંડા લીલા કે ગુલાબી ટપકાંવાળા રતાશપડતાં કે કથ્થાઇ પીળા રંગનાં હોય છે.જોકે વિસ્તાર પ્રમાણે તેમાં ઘણુ વૈવિધ્ય હોય છે. ઈંડાને માદા સેવે છે અને નર અન્ય સ્થાનિક ફરજોમાં મદદ કરે છે.

અને હવે જો ઘર ચકલી ની વાત કરું તો

૨ ઘર ચકલી

ઘર ચકલી (પાસર ડોમેસ્ટિકસ) ચકલી પ્રજાતિનું પક્ષી છે, જે યુરોપ અને એશિયા ખંડમાં સામાન્ય રીતે દરેક જગ્યા પર જોવા મળે છે. આ ઉપરાંત જગતભરમાં જ્યાં જ્યાં મનુષ્ય ગયો, આ પક્ષીએ એનું અનુકરણ કર્યું અને અમેરિકાના મોટાભાગના સ્થાનો, આફ્રિકાનાં કેટલાંક સ્થાનો, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા તથા અન્ય નગરીય વસાહતોમાં પોતાનાં ઘર બનાવી રહેવાનું ચાલુ કર્યું. શહેરી વિસ્તારોમાં ચકલીઓની છ પ્રકારની પ્રજાતિઓ જોવા મળી છે, જે અંગ્રેજી ભાષામાં હાઉસ સ્પૈરો, સ્પેનિશ સ્પૈરો, સિંડ સ્પૈરો, રસેટ સ્પૈરો, ડેડ સી સ્પૈરો અને ટ્રી સ્પૈરો તરીકે વર્ગીકૃત કરવામાં આવેલી છે. આમાંથી હાઉસ સ્પૈરોને ગુજરાતમાં ચકલી અને હિંદીમાં ગૌરૈયા કહેવામાં આવે છે. આ પક્ષી શહેરી વિસ્તારોમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. આજના સમયમાં ચકલી વિશ્વમાં સૌથી અધિક પ્રમાણમાં જોવા મળતાં પક્ષીઓમાંથી એક પક્ષી છે. લોકો જ્યાં પણ ઘર બનાવે છે, મોડી કે વહેલી ઘર ચકલીની જોડી ત્યાં રહેવા માટે પહોંચી જાય છે.

ચકલી એક નાનકડું પક્ષી છે. તે હલકા ભુખરા રંગ કે સફેદ રંગની હોય છે. ચકલીના શરીર પર નાની નાની પાંખ અને પીળા રંગની ચાંચ તેમ જ પગોનો રંગ પીળો હોય છે. નર ચકલીની ઓળખ એના ગળાની પાસે આવેલા કાળા ધબ્બા પરથી કરી શકાય છે. ૧૪ થી ૧૬ સે.મી. લંબાઇ ધરાવતી આ ચકલી મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલાં ઘરોની આસપાસ રહેવાનું પસંદ કરતી હોય છે. આ પક્ષી લગભગ બધાં પંખીની જેમ તરહ કી જળવાયુ પસંદ કરતી હોવા છતાં પણ પહાડી સ્થાનોમાં તે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. શહેરો, કસ્બાઓ, ગામડાંઓ અને ખેતરોની આસપાસ ચકલી મોટેભાગે જોવા મળે છે. નર ચકલીના માથાનો ઊપરી ભાગ, નીચેનો ભાગ અને ગાલો ભૂખરા રંગના હોય છે. ગળું, ચાંચ અને આંખો પર કાળો રંગ હોય છે અને પગ ભૂખરા હોય છે. માદા ચકલીના માથા અને ગળા પર ભૂખરો રંગ નથી હોતો. નર ચકલીને ચકલો (હિંદી ભાષામાં ચિડ઼ા) અને માદા ચકલીને ચકલી (હિંદી ભાષામાં ચિડ઼ી અથવા ચિડ઼િયા) પણ કહેવાય છે.

પાછલાં કેટલાક વર્ષોમાં શહેરોમાં ચકલીઓની ઓછી થતી સંખ્યા પર ચિંતા પ્રગટ કરવાના પ્રયત્નો થઇ રહ્યા છે. આધુનિક સ્થાપત્યની બહુમજલી ઇમારતોમાં ચકલીઓને રહેવા માટે પુરાણી ઢબનાં ઘરોની જેમ જગ્યા નથી મળી શકતી. સુપરમાર્કેટ સંસ્કૃતિના કારણે પુરાણી પંસારીની દુકાનો ઘટી રહી છે. આ કારણે ચકલીઓને દાણા નથી મળતા. આ ઉપરાંત મોબાઇલ ટાવરોમાંથી નિકળતા તંરગોં પણ ચકલીઓના સામાન્ય જીવન માટે હાનિકારક માનવામાં આવે છે. આ તંરગો ચકલીની દિશા શોધવાની પ્રણાલીને પ્રભાવિત કરી રહી છે અને એના પ્રજનન પર પણ વિપરીત અસર પડી રહી છે, જેના પરિણામ સ્વરૂપ ચકલીઓ ઝડપથી વિલુપ્ત થઇ રહી છે.ચકલીને ખોરાક તરીકે ઘાસનાં બીજ ખુબ જ પસંદ પડે છે, જે શહેરની અપેક્ષામાં ગ્રામીણ ક્ષેત્રોમાં આસાનીથી મળી જાય છે. વધારે તાપમાન પણ ચકલી સહન નથી કરી શકતી. પ્રદૂષણ અને વિકિરણના કારણે શહેરોનું તાપમાન વધી રહ્યું છે. કબૂતરને ધાર્મિક કારણોથી વધારે મહત્વ આપવામાં આવે છે. ચણ નાખવાની જગ્યા પર પણ કબૂતર વધારે હોય છે. પણ ચકલીઓ માટે આ પ્રકારની કોઇ વ્યવસ્થા નથી હોતી. ખોરાક અને માળાની શોધમાં ચકલીઓ શહેરથી દૂરના વિસ્તારોમાં જતી રહે છે અને પોતાના નવા આશરાનું સ્થાન શોધી લે છે.

આમ હવે તમે ચકલી. વિશે જૉ બીજું કશું જાણતા હોય તો મને કહેજો
લેખિકા દેસાઈ માનસી અનેરી
#ચકલી #20March
#અનેરી #Aneri #લેખ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.