ભાભરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર પોલીસે મોટું જુગારધામ ઝડપાયું.. - At This Time

ભાભરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર પોલીસે મોટું જુગારધામ ઝડપાયું..


ભાભરમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર પોલીસે મોટું જુગારધામ ઝડપાયું..

ભાભરમાં જુગાર રમતા રૂ.૧૩.૯૭ લાખનાં મુદ્દામાલ સાથે ૧૪ ઈસમો સ્થળ ઉપરથી ઝડપાયા ...૨ આરોપીઓ વોન્ટેડ...૯ ઈસમો ફરાર... પોલીસે કુલ ૨૫ જુગારી શખ્સો સામે ગુન્હો નોંધ્યો...

બોક્સ..રોકડ રકમ રૂ.૬૬૦૦૦/ કાર નંગ - ૨, મોબાઈલ ફોન નંગ -૧૫, બાઈક નંગ-૫, સહિત કુલ રૂ.૧૩,૩૯,૭૦૦/ નો મુદ્દામાલ કબજે કર્યો...

બોક્સ.. ભાભરમાં આવડું મોટું જુગારધામ ચાલતું હોવા છતાં સ્થાનિક પોલીસ ઉંઘતી રહી..

બોક્સ... ભાભર વિસ્તારમાં દારૂ જુગાર બાબતે અવારનવાર ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ઉચ્ચ કક્ષાએ રજૂઆત તેમજ વિધાનસભામાં મુદો ઉઠાવેલ તેમ છતાં હજુ પણ આવી પ્રવૃત્તિઓ ધમધમી રહી છે..

ભાભરમાં છેલ્લા છેલ્લા કેટલાક સમયથી મોટું જુગારધામ ચાલતું હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર પોલીસને મળતાં શનિવારે બપોરે બાતમી હકીકત આધારે રેડ કરી હતી. ભાભર નવા વિસ્તારમાં લુદરીયા વાસ પાસે જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી. ભાભર માં ભૂપેન્દ્ર રાજુભાઇ વજીર રહે થરા તાલુકો કાંકરેજ, અને દુર્ગાસિંહ માધુભા વાઘેલા રહે થરા તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા નાઓ પોતાના અંગત ફાયદા માટે મળતીયા માણસો રાખી એકબીજા ની મદદથી ગંજીફા ના પતા પાનાં વડે અંદર બહાર નો જુગાર તથા આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમવા ૩૦ માણસો ભેગા કરી જુગાર રમતા હોવાની પાકી બાતમી આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગર પોલીસે રેડ કરી હતી દરમિયાન ૧૪ ઈસમો સ્થળ ઉપરથી ઝડપાઈ ગયા હતા. જ્યારે બે જુગાર રમાડતા ઈસમોને વોન્ટેડ છે અને ૯ જુગારીઓ પોલીસ જોઈને સ્થળ ઉપરથી ફરાર થઈ ગયા હતા. સ્થળ ઉપર થી કુલ રૂ.૧૩.૯૭ લાખનો મુદ્દામાલ કબજે કરી ભાભર પોલીસ મથકે ૨૫ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ભાભરમાં સ્ટેટ મોનિટરીંગ સેલે રેડ કરતાં જુગારીયાઓ માં ચકચાર મચી જવા પામી હતી...

રિપોર્ટ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.