લાઠી તાલુકા માં આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ નું આયોજન
લાઠી તાલુકા માં આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ નું આયોજન ભારત સરકાર દ્વારા નાગરિકોના નિરામય આરોગ્ય માટે આયુષ્યમાન કાર્ડ દ્વારા સ્વાસ્થ્ય સેવાઓના લાભ આપવામાં આવે છે. આ કાર્ડનો વધુમાં વધુ લોકો લાભ લે તે આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. લાઠી તાલુકા ના આયુષ્યમાન કાર્ડ કાઢવાના બાકી હોય તેવા તમામ નાગરિકોને આ કાર્ડ કઢાવી આરોગ્ય સેવાઓ માટે તેનો લાભ લેવા માટે તાલુકા આરોગ્ય અધિકારી ડો. આર. આર. મકવાણા દ્વારા અપીલ કરવામાં આવી છે, જે કુટુંબની વાર્ષિક આવક ૪ લાખથી ઓછી અને સિનિયર સિટિઝનની આવક ૬ લાખ થી ઓછી હોય તેવા નાગરિકો આ કાર્ડ મળવા પાત્ર છે. આ કાર્ડ હેઠળ ૫ લાખ સુધીનું કવચ આપવામાં આવે છે. આ કાર્ડ કઢાવવા અલગ અલગ ગામોમાં દરરોજ કેમ્પ નું આયોજન કરવામાં આવેલ છે. કાર્ડ કઢાવા માટે આધારકાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો લઈ નજીકના કેમ્પ ના સ્થળે, સરકારી દવાખાના કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા ડો. મકવાણાએ અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.