સેમારાના મુવાડા ગામે 108 એમ્બ્યુલન્સ દ્વારા ડેમો સેશન્સ કરાયું
મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના સેમારાના મુવાડાના ગામના ગ્રામજનોને 108 એમ્બ્યુલન્સનો કઈ રીતે ઉપયોગ કરવો, 108 એ કઈ રીતે કામ કરે છે તેના વિશે વિસ્તારપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા.જયારે 108 એમ્બ્યુલન્સમાં આવતા સાધનો, દવા, સ્ટ્રેચર, ઓક્સિજન અને કેશ આવે તેના પ્રમાણમાં કેવી તૈયારી અને કેવી સારવાર આપવામાં આવે છે તેની માહિતી આપવામાં આવેલ હતી.અને 108 એમ્બ્યુલન્સના ઉપસ્થિત કર્મચારીઓ દ્વારા સ્થળ ઉપર ગ્રામજનોનુ બી.પી. ડાયાબિટીસ ચેક કરી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.અને બીજાને પણ 108 એમ્બ્યુલન્સનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવેલ હતી.આમ સેમારાના મુવાડા ગામ ખાતે 108 એમ્બ્યુલન્સના ઉપસ્થિત આરોગ્ય કર્મચારી દ્વારા ડેમો સેશન્સ કરીને 108 નો ઉપયોગ કરવા માટે સવિશેષ માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.જયારે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.