બાવળા તાલુકાના મીઠાપુર ગામે ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી
બાવળા તાલુકાના ગામડાઓમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી હર્ષલ્લાસપૂર્વક કરવામાં આવી
ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર
ગુરૂ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ
આજરોજ ગુરુપૂર્ણિમાનો પવિત્ર દિવસ છે ત્યારે બાવળા તાલુકાના મીઠાપુર ગામે ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઊજવણી કરવામાં આવી
ગુરુ”એટલે અજ્ઞાનરૂપી અંધકારમાંથી જ્ઞાનરૂપી પ્રકાશ આપી જીવનનૈયાને તારનાર.
બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરુનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરીયાત વર્તાય છે
ઈશ્વર અને માતા પિતાની જેમ જ ગુરુનું સ્થાન ઉંચું અને પૂજનીય છે ગુરુએ દિવ્ય જયોતી છે.
જે આપના માર્ગમાં પ્રકાશ રેલાવે છે. જીવનયાત્રાને પાર પાડવા ગુરુ પથદર્શકની ભૂમિકા ભજવે છે.
આ પર્વ નિમિતે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતા હોય છે.
એવીજ રીતે બાવળા તાલુકાના ગમડાઓમાં અલગ અલગ જગ્યાએ ગુરુઓ ના મંદિરોમાં દર્શન કરી અને મહા પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.
રિપોર્ટર મુકેશ ધલવાણીયા
8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.