બાયડ શહેરના રેલવે ફાટક વધુ ઊંચાઈ ધરાવતું ટ્રક ફસાયો. - At This Time

બાયડ શહેરના રેલવે ફાટક વધુ ઊંચાઈ ધરાવતું ટ્રક ફસાયો.


બાયડ નગરમાં બાયડ ચોઈલા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર સર્જાતા હોય છે. તેવી જ એક ઘટના બનવા પામી છે. ઓવર લોડેડ ટ્રક કે જેમાં વધુ ઊંચાઈ ધરાવતી મશીનરી ધરાવતું ટ્રક રેલવે ફાટક પરથી પસાર થતા રેલવે દ્વારા ઊંચાઈમાં નાખવામાં આવેલ આડા પોલ વચ્ચે આ મશીનરી ભરાઈ ગઈ છે. ટ્રકમાં રહેલ વધુ ઊંચાઈ વાળી મશીનરી રેલવે દ્વારા ઉભા કરેલ આડા પોલમાં ફસાતા ટ્રક જગ્યાએથી હલી શકતો નથી. આ ટ્રક બાયડ બાજુ જઈ શકતો નથી કે પાછો ચોઈલા તરફ જઈ શકતો નથી. ટ્રક ફસાતા બાયડ ચોઈલા નોવાહન વ્યવહાર અટવાઈ ગયો હતો. દૂર દૂર સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.