હળવદના નવા વેગડવાવ નજીક મોટર સાયકલમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમની અટક - At This Time

હળવદના નવા વેગડવાવ નજીક મોટર સાયકલમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક ઇસમની અટક


હળવદ પોલીસે બાતમીને આધારે નવા વેગડવાવ ગામે થી બુટવડા તરફ જવાના રસ્તે કેનાલ પાસે રસ્તા ઉપર વોચમાં હોય તે દરમિયાન આરોપી ધવલભાઇ હમીરભાઇ રાઠોડ ઉવ. ૨૦ રહે.ગામ જુના વેગડવાવ તા.હળવદવાળો મોટર સાયકલ રજી.નં. જીજે-૩૬-એક્યુ-૦૭૩૭ ઉપર આવતા તેને રોકી તલાસી લેતા તેની પાસેથી ૧૬ લીટર દેશી દારૂ કિ.રૂ. ૩,૨૦૦/-મળી આવ્યો હતો, આરોપીની સઘન પૂછતાછમાં જાહેરમાં વેચાણ કરવા દેશી દારૂ રાખ્યો હોવાની કબૂલાત આપી હતી, હાલ પોલીસે પકડાયેલ આરોપી પાસેથી દેશી દારૂ તથા મોટર સાયકલ મળી કુલ કિ.રૂ.૩૨,૨૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ ચલાવી છે.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image