વીસાવદર વિજકંપની ની રકમ નહિ ભરવા ત્રણ ત્રણ ગામ ફેરવ્યા આખરે વોરન્ટ નીકળતા ચાલીશ હજારની રકમ ભરી - At This Time

વીસાવદર વિજકંપની ની રકમ નહિ ભરવા ત્રણ ત્રણ ગામ ફેરવ્યા આખરે વોરન્ટ નીકળતા ચાલીશ હજારની રકમ ભરી


વીસાવદર વિજકંપની ની રકમ નહિ ભરવા ત્રણ ત્રણ ગામ ફેરવ્યા આખરે વોરન્ટ નીકળતા ચાલીશ હજારની રકમ ભરીવિસાવદર પી.જી.વી.સી.એલ. કંપનીના સબ ડિવિઝન નંબર (૨) દ્વારા જાવલડી ગામે રહેતા ગુજ.સવાભાઈ રામભાઈ મકવાણા ના પુત્ર મનસુખભાઇ સવાભાઈ મકવાણા સામે તેઓ બદક જાવલડી ગામે રહેતા ત્યારની વિજવપરાશના બીલની રકમ અંગે વિસાવદર કોર્ટમાં દાવો દાખલ કરેલો અને તે દાવાના કામમાં પ્રતિવાદી મનસુખભાઈ સામે કોર્ટ દાવો મંજૂર કરી વકીલ ફી,વ્યાજ તથા કોર્ટ ફી અને વિજબીલની રકમ ભરપાઈ કરવા હુકમ કરેલ હતો ઉપરોક્ત હુકમ બાદ પ્રતિવાદીને અવારનવાર જાણ કરવા છતાં પ્રતિવાદી બદક ગામેથી મોટી પિંડાખાઈ ગામે રહેવા જતા રહેલ અને રકમ ભરેલ નહિ ત્યારબાદ પી.જી.વી.સી. એલ.કંપનીના જુનાગઢ ના અધિક ઈજનેર બી.ડી.પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ પી.જી.વી.સી. એલ.કંપનીના સબ ડિવિઝન નંબર (૨)ના અધિકારી કમલ અખેણીયા દ્વારા પ્રતિવાદી સામે વિસાવદરના પેનલ એડવોકેટ નયનભાઈ જોશી મારફતે દરખાસ્ત નંબર ૫૦/૨૪ થી દરખાસ્ત દાખલ કરેલ તેમાં પ્રતિવાદીએ ફેરવેલ બીજા ગામમાં તપાસ કરતા પ્રતિવાદી ત્યાં પણ મળી આવેલ નહિ અને પ્રતિવાદી વિસાવદર તાલુકાના કાલસારી ગામે પંચાયત ઓફિસ પાસે મકાન ભાડે રાખી રહેતા હોય તેવી માહિતીના આધારે વિસાવદર કોર્ટના બેલીફ એમ.ડી.વાઢેર તથા જીતેન્દ્ર લાલવાણી ને મળતા પ્રતિવાદી ને શોધી દરખાસ્તની નોટિસ આપવામાં આવેલ ત્યારે પણ પ્રતિવાદી વિજબીલની લેણી રકમ વાળા ગામમાં રહેતા ન હોય આ રકમ તેમને ભરવાની થતી ન હોય અને તેમના તથા અન્ય વારસોને ભરવાની થાય વિગેરે રજૂઆતો કરેલ અને કોર્ટમાં તેમના વતી તેમના માતાને ઉભા રાખી રજુઆત કરાવેલ પરંતુ તેમના માતા દરખાસ્તમાં કોઈ પક્ષકાર ન હોય જેથી તેમના માતાની રજુઆત ધ્યાને લઇ શકાય નહીં તેવી વાદી કંપનીના વકીલ નયનભાઈ જોશીની રજુઆત તથા લેખિત વોરન્ટ કાઢવાની અરજી નીચેની રજુઆત ધ્યાને લઇ વિસાવદરના ન્યાયમૂર્તિ એસ.એસ. ત્રિવેદીસાહેબ દ્વારા પ્રતિવાદી સામે વોરન્ટ ઇસ્યુ કરતા અને તેની જાણ થતાં પ્રતિવાદીએ નામદાર કોર્ટમાં હાજર થઈ એકી સાથે રૂપિયા ચાલીસ હજાર જેવી રકમ ભરપાઈ કરી આપતા અને બાકીની રકમના નિયમિત હપ્તા ભરપાઈ કરવાની લેખિત બાંહેધરી આપતા વોરન્ટની અમલવારી મોકૂફ રાખવામાં આવેલ હતી. આમ વીજકપનીની લેણી રકમ ભરવામાં બેદરકારી દાખવી ભાગતા ફરતા અને સરનામું બદલી જુદા જુદા ગામમાં ફરવા છતાં આખરે પ્રતિવાદી એ રકમ ભરવી પડેલ છે અને વ્યાજ સહિતની રકમ ભરવી પડેલ છે આ કામમાં વાદી કંપની વતી વિસાવદરના એડવોકેટ નયનભાઈ જોશી રોકાયેલ હતા

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.