રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટ્રક હડતાળ ખુલતા ડુંગળીનાં ભાવમાં સામાન્ય વધારો; 400થી 500નાં ભાવે 4500 બોરીનું વેચાણ
રાજકોટ શહેરમાંથી ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જેમાં ટ્રક હડતાળ ખુલતા ડુંગળીનાં ભાવમાં સામાન્ય વધારો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં ટ્રક હડતાળ બાદ ડુંગળીની આવક શરૂ કરવામાં આવતા કુલ 4500 બોરી જેટલી આવક થઈ હતી. આ ડુંગળીનું રૂ. 400થી 500નાં ભાવે વેચાણ થતા ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને થોડી રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય અગાઉ ડુંગળીનાં ભાવ રૂ.250થી 300 હતા. જેનાં કરતા ઊંચા ભાવો ટ્રક હડતાળ બાદ મળ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.