સાજન ટ્રસ્ટ દ્વારા "અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ" કાર્યક્ર્મ યોજ્યો મહાનુભાવોએ આપી હાજરી - At This Time

સાજન ટ્રસ્ટ દ્વારા “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ” કાર્યક્ર્મ યોજ્યો મહાનુભાવોએ આપી હાજરી


સાજન ટ્રસ્ટ દ્વારા "અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ" કાર્યક્ર્મ યોજ્યો

મહાનુભાવોએ આપી હાજરી

ભક્ત કવિ નરસિંહ મહેતાના પદો, ભજનોનું ગાયન કલાકારો દ્વારા કરાયું

જૂનાગઢ ગુજરાત રાજ્ય નાટ્ય અકાદમી ગાંધીનગર ના આર્થિક સહયોગથી સાજન ટ્રસ્ટ દ્વારા "અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ" કાર્યક્રમ જુનાગઢ યોજાયો. જેનું કથા બીજ, સ્ક્રીપ્ટ અને સંચાલન ગુણવંત ચુડાસમાએ કર્યું હતું તેમજ કાર્યક્રમમાં ભક્ત કવિ નરસિંહ મહેતાના ભજનો સંદીપ પ્રજાપતિ, અનિલ પટેલ અને ઉર્વશી પંડ્યા એ રજૂ કર્યા હતા.ગુણવંત ચુડાસમા ના સાજીંદાઓ ની ટીમે ગાયકો સાથે જુગલબંધી કરી ને નરસિહ મહેતા પ્રેમિઓ ને સંગીત માં તરબોળ કર્યા હતા.પ. પૂ મુક્તાનંદ બાપુએ (ચાંપરડા) સમગ્ર કાર્યક્રમમાં હાજરી રહી સૌ ને આશિર્વાદ પાઠવ્યા હતા.કાર્યક્રમમાં જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા, નરસિંહ મહેતા યુનિવર્સિટીના ચેતન ત્રિવેદી, પલ્લવીબેન ઠાકર, કવિ મિલિન્દ ગઢવી, ધવલભાઈ વસાવડા, હેમંતભાઈ નાણાવટી, ઉર્વીશભાઈ વસાવડા, ખમીરભાઈ મજમુદાર, રાજુભાઈ ભટ્ટ, જય કિશનભાઈ દેવાણી, અમિષાબેન માકડ, વિપુલભાઈ ત્રિવેદી સહિતના આગેવાનો તથા અગ્રણી સંગીતકારો અને ગાયકો ઉપસ્થિત રહ્યા હતા. એ ઉપરાંત તમામ મહેમાનો અને અતિથિ શ્રીઓ એ છેલ્લે સુધી કાર્યક્રમ માન્યો હતો ઉધઘોશક તરીકે ધારા બુદ્ધદેવે કાર્યક્રમ નું સંકલન કર્યુ હતું. સંગીતમય કાર્યક્રમમાં જુનાગઢ, રાજકોટ અને અન્ય શહેરોના સંગીત પ્રેમીઓને હાજરી આપી હતી.જેમાં સાજન ટ્રસ્ટ ના આમંત્રણ ને માન આપી ને રાજકોટ થી ખાસ નયન ભટ્ટ અને મૃણાલિની ભટ્ટ (નાટ્યકાર દંપતી)પરિવારે તથા દાંડિયા કિંગ તથા હાસ્ય કલાકાર ચંદ્રેશ ગઢવી એ ખાસ હાજરી આપી હતી...સાજન ટ્રસ્ટના ટ્રસ્ટી ચેતન ટાંકે કાર્યક્રમની આભારવિધિ કરી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા વિપુલ ત્રિવેદીએ સ્થાનિક સંકલન કરી કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.