મોઢું મીઠુ અને ખીસ્સું ઢીલુ કરોઃ રક્ષાબંધન પર ધૂમ મચાવી રહી છે સોનાના વરખવાળી અતિ મોંઘી મીઠાઈઓ - At This Time

મોઢું મીઠુ અને ખીસ્સું ઢીલુ કરોઃ રક્ષાબંધન પર ધૂમ મચાવી રહી છે સોનાના વરખવાળી અતિ મોંઘી મીઠાઈઓ


- દુકાનદારે ગ્રાહકોને આકર્ષવા અને કશુંક નવું કરવા માટે મીઠાઈને એક નવું સ્વરૂપ આપ્યું અને લોકો પણ હોંશે હોંશે 6,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવની આ મીઠાઈ આરોગી રહ્યા છેનાસિક, તા. 11 ઓગષ્ટ 2022, ગુરૂવારસામાન્યપણે એવું કહેવાતું હોય છે કે ભારતીયો ખૂબ જ શોખીન પ્રજા છે. લોકોને ઘરેણાં, આકર્ષક વાહનો, કપડાં, લેટેસ્ટ ફોનનો જબરો શોખ હોય છે અને તેઓ પોતાનો આ શોખ પોષવા માટે કોઈ પણ હદે જવા માટે તૈયાર થતા હોય છે. આટલેથી ન અટકતાં આપણે ખાણી-પીણીની ચીજ-વસ્તુઓને પણ આડંબરની ચમકવાળી ચાદર ઓઢાડતા હોઈએ છીએ. ત્યારે રક્ષાબંધનના પર્વ પર આવા જ એક શોખીન વર્ગની ઘેલછા ચર્ચાનો મુદ્દો બની છે. મોટા ભાગે પરંપરાગત મીઠાઈઓ પર ચાંદીનો વરખ લગાવીને તેની શોભા વધારવામાં આવતી હોય છે. પરંતુ હવે સોનાના વરખવાળી મીઠાઈઓ પણ ટ્રેન્ડમાં આવી રહી છે. નાસિકમાં મીઠાઈનું વેચાણ કરતા એક દુકાનદારે રક્ષાબંધન પર્વને અનુલક્ષીને સોનાના વરખવાળી ખાસ મીઠાઈઓ બનાવી છે. નાસિકના બજારમાં ધૂમ મચાવી રહેલી આ મીઠાઈની કિંમત 6,000 રૂપિયા પ્રતિ કિલો છે. Maharashtra | Gold-plated sweets hit the shelves for Rs 6,000 per kg, in Nashik, ahead of the Raksha Bandhan festival. pic.twitter.com/uWT5BP2kAa— ANI (@ANI) August 10, 2022 જોકે આ કંઈ પહેલી વખત નથી કે, આટલી મોંઘી મીઠાઈ ચર્ચામાં આવી હોય. અગાઉ ગોલ્ડ પ્લેટેડ ઘેવર પણ ખૂબ જ વાયરલ થયું હતું. આગ્રા ખાતે વ્રજ રસાયન મીઠન ભંડારે ચોમાસાની ખાસ મીઠાઈને તદ્દન નવતર રૂપ આપ્યું હતું અને તેના પર સોનાનો વરખ લગાવવામાં આવ્યો હતો. તે સ્વાદિષ્ટ રાજસ્થાની મીઠાઈની કિંમત 25,000 રૂપિયા પ્રતિ કિલો રાખવામાં આવી હતી. 
#WATCH उत्तर प्रदेश: रक्षा बंधन को लेकर आगरा में खास तौर पर 'गोल्डन घेवर' बनाए जा रहे हैं। गोल्डन घेवर की कीमत 25,000 रुपए प्रति किलो है। इस घेवर की खासियत ये है कि इसके ऊपर 24 कैरेट के सोने की परत लगाई गई है। pic.twitter.com/cn1AQOyq8X— ANI_HindiNews (@AHindinews) August 2, 2022


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.