‘ચિકન પોતે જ ફ્રાય થવા આવી ગયું, UPA સરકારમાં પી. ચિદંબરમે EDને પાવર્સ આપેલા’: સ્વામી
- સુપ્રીમ કોર્ટે પીએમએલએ અંતર્ગત તપાસ, તલાશી, ધરપકડ અને સંપત્તિઓ જપ્ત કરવા સહિતની ઈડીની શક્તિઓને યથાવત રાખીનવી દિલ્હી, તા. 27 જુલાઈ 2022, બુધવારસુપ્રીમ કોર્ટે આજ રોજ પ્રિવેન્શન ઓફ મની લોન્ડ્રિંગ એક્ટ (PMLA)ની અનેક જોગવાઈઓની બંધારણીયતાને પડકારતી અરજીઓ પરની સુનાવણી દરમિયાન ઈડીની શક્તિઓને યથાવત રાખી હતી. આ સાથે જ કોર્ટે વિપક્ષને ભારે મોટો આંચકો આપ્યો છે. કોર્ટે પીએમએલએ અંતર્ગત તપાસ, તલાશી, ધરપકડ અને સંપત્તિઓ જપ્ત કરવા સહિતની ઈડીની શક્તિઓને યથાવત રાખી છે. ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે, મની લોન્ડ્રિંગ અંતર્ગત કરવામાં આવતી ધરપકડની પ્રક્રિયા મનમાની નથી. કોર્ટના આ નિર્ણય બાદ ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પૂર્વ ગૃહ મંત્રી તથા નાણા મંત્રી પી. ચિદંબરમ પર નિશાન સાધ્યું છે. 'ચિકન પોતે જ ફ્રાય થવા આવી ગયું'રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું કે, પીએમએલએ મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય પી. ચિદંબરમ તથા અન્ય નેતાઓ માટે 'ચિકન પોતે જ ફ્રાય થવા આવી ગયું' જેવો ઘાટ છે. ઉલ્લેખનીય છે કે, પી. ચિદંબરમે યુપીએ સરકારમાં ઈડીને પાવર્સ આપ્યા હતા.
જાણો કોર્ટના નિર્ણય અંગે મહત્વની વાતો- પીએમએલએ અંતર્ગત EDની શક્તિઓ યથાવત રહેશે. - ઈડી આ એક્ટ અંતર્ગત તપાસ, તલાશી, જપ્તી અને ધરપકડ કરી શકે છે. સંપત્તિઓને એટેચ પણ કરી શકે છે. - આ સાથે જ કોર્ટે જામીનની બેવડી શરતોની જોગવાઈને પણ યથાવત રાખી છે. - સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે, ECIRની તુલના એફઆઈઆર સાથે ન કરી શકાય. તે ઈડીનો આંતરિક દસ્તાવેજ છે. માટે તમામ કેસમાં ECIRની કોપી આપવી જરૂરી નથી. - સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, આરોપીને ધરપકડના આધાર અંગે જાણકારી આપવી પૂરતી છે. જોકે ટ્રાયલ કોર્ટ એવો નિર્ણય લઈ શકે છે કે, આરોપીએ કયા દસ્તાવેજ આપવાના છે કે નહીં. - એટલું જ નહીં, ઈડીના અધિકારીઓ માટે મની લોન્ડ્રિંગના કેસમાં કોઈ આરોપીને કસ્ટડીમાં લેતી વખતે ધરપકડના આધારનો ખુલાસો કરવો જરૂરી નથી. - કોર્ટે 2018માં ફાઈનાન્સ બિલ દ્વારા કરવામાં આવેલા ફેરફારના કેસને 7 જજની બેંચ સમક્ષ મોકલી આપ્યો છે. - કોર્ટે જણાવ્યું કે, તપાસ દરમિયાન ED, SFIO, DRI અધિકારીઓ( પોલીસ ઓફિસર નહીં) સામે નોંધાવાયેલું નિવેદન પણ માન્ય પુરાવો છે. વધુ વાંચોઃ 'EDને ધરપકડ, સંપત્તિ જપ્ત કરવાનો અધિકાર, PMLAમાં ફેરફાર યોગ્ય'
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.