સ્વચ્છત ભારત અભિયાનને 10 વર્ષ પૂર્ણ:દિલ્હીમાં PM મોદીએ કહ્યું-સ્વચ્છ ભારત મિશન જેટલું સફળ થશે તેટલો જ આપણો દેશ ચમકશે; સૌ સાથે મળીને સ્વચ્છ ભારત બનાવીએ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધી જયંતિ પર, સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના 10 વર્ષ પૂરા થવાના અવસર પર રાજધાની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ 9600 કરોડ રૂપિયાથી વધુની સ્વચ્છતા સંબંધિત અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન મોદીએ કહ્યું કે વિકસિત ભારતની યાત્રામાં અમારા દરેક પ્રયાસો 'સ્વચ્છતાથી સમૃદ્ધિ'ના મંત્રને મજબૂત કરશે. માત્ર ગંદકી પ્રત્યેની નફરત જ આપણને સ્વચ્છતા તરફ જવા મજબૂર કરી શકે છે અને મજબૂત પણ બનાવશે. મોદીએ કહ્યું- આજે દેશમાં સ્વચ્છતાના કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકોએ સ્વચ્છતા અભિયાનને અપનાવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ગાંધી જયંતિ નિમિત્તે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં ભાગ લીધો છે. જે સ્વચ્છતા માટેના સૌથી મહત્વપૂર્ણ જન ચળવળમાંના એક - સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના 10 વર્ષ પુરા થવાનું પ્રતિક છે. મોદીએ વધુમાં કહ્યું, હું તમને બધાને વિનંતી કરું છું કે તમે આજે તમારા આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા સંબંધિત અભિયાનનો ભાગ બનો. તમારી આ પહેલ ‘સ્વચ્છ ભારત’ની ભાવનાને વધુ મજબૂત કરશે. મોદીએ કહ્યું- આજે આ મિશનને 10 વર્ષ પૂર્ણ થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 10 વર્ષ પહેલા 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના ખાસ અવસરે સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી અને આજે આ મિશનને 10 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત મિશન લોકોને એકસાથે લાવ્યા છે.આ મિશન હેઠળ લાખો લોકો સ્વચ્છતા અભિયાનમાં જોડાવા લાગ્યા. કોઈએ શૌચાલય બનાવવા માટે પોતાની બકરીઓ વેચી અને કોઈ સૈનિકે સ્વચ્છતા મિશન માટે પોતાનું પેન્શન દાન કર્યું. તો ચાલો જાણીએ 10 મુદ્દાઓમાં PM મોદીએ આ ખાસ અવસરે શું કહ્યું. 1. આપણે સૌ સાથે મળીને સ્વચ્છ ભારત બનાવીએ
આજે દેશભરમાં સ્વચ્છતા સંબંધિત કાર્યક્રમો થઈ રહ્યા છે. લોકો તેમના ગામડાઓ, વિસ્તારો, શહેરો, ચાલીઓ, ફ્લેટ અને સોસાયટીઓમાં ભારે ઉત્સાહથી સફાઈ કરી રહ્યા છે. મંત્રીઓ અને અન્ય જનપ્રતિનિધિઓ પણ આ કાર્યક્રમનો ભાગ બની રહ્યા છે. સેવા પખવાડીયાના 15 દિવસમાં દેશભરમાં 27 લાખથી વધુ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સતત પ્રયત્નોથી જ આપણે આપણા ભારતને સ્વચ્છ બનાવી શકીશું. 2. આજે હું ભાવુક છું...:
2જી ઓક્ટોબરે, હું ફરજની ભાવનાથી ભરેલો છું અને એટલો જ ભાવુક છું. આજે સ્વચ્છ ભારત મિશનની યાત્રાએ 10 વર્ષનો માઈલસ્ટોન પારો કર્યો છે. સ્વચ્છ ભારત મિશનની યાત્રા કરોડો ભારતીયોની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે. કરોડો ભારતીયોએ તેને પોતાના જીવનનો હિસ્સો બનાવ્યો છે. 3. સ્વચ્છ ભારત મિશન જેટલું સફળ થશે તેટલો જ આપણો દેશ ચમકશે સ્વચ્છ ભારત મિશનને નવી ઊંચાઈએ લઈ જવાનું છે. સ્વચ્છ ભારત મિશન જેટલું સફળ થશે તેટલો જ આપણો દેશ ચમકશે. આજથી એક હજાર વર્ષ પછી પણ, જ્યારે 21મી સદીના ભારતનો અભ્યાસ કરવામાં આવશે, ત્યારે સ્વચ્છ ભારત અભિયાન ચોક્કસપણે યાદ આવશે. 4. સ્વચ્છતા માટે રૂ. 10,000 કરોડના પ્રોજેક્ટ
આજે, આ મહત્વપૂર્ણ સીમાચિહ્ન પર, સ્વચ્છતા સંબંધિત 10,000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા છે. મિશન અમૃત અંતર્ગત વોટર અને સીવરેજ પ્લાન્ટ બનાવવામાં આવશે. નમામી ગંગે સાથે જોડાયેલ અથવા કચરામાંથી ગોબર ગેસ બનાવવા માટે પ્લાન્ટ બનાવવામાં આવશે. આજથી 1000 વર્ષ પછી પણ જો 21મી સદીના ભારતનો અભ્યાસ કરવામાં આવે તો સ્વચ્છ ભારત અભિયાન ચોક્કસપણે યાદ આવશે. 5. સ્વચ્છ ભારત વિશ્વનું સૌથી મોટું જન આંદોલન છે સ્વચ્છ ભારત આ સદીમાં વિશ્વનું સૌથી મોટું અને સૌથી સફળ જન આંદોલન છે. આ મિશને મને લોકકલ્યાણની સાચી ઉર્જા બતાવી છે. આજે મને યાદ આવે છે, જ્યારે આ અભિયાન શરૂ થયું અને કેવી રીતે લાખો લોકો એકસાથે સફાઈ માટે નીકળ્યા. લગ્નોથી લઈને જાહેર કાર્યક્રમો સુધી દરેક જગ્યાએ સ્વચ્છતાનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. 6. લોકોએ સ્વચ્છતાના આ આંદોલનને નવી તાકાત આપી ક્યાંક કોઈ વૃદ્ધ માતાએ પોતાની બકરીઓ વેચીને શૌચાલય બનાવવાના અભિયાનમાં જોડાયા. કોઈએ તેનું મંગળસૂત્ર વેચ્યું. તો કોઈએ શૌચાલય બનાવવા માટે જમીન દાનમાં આપી. એક નિવૃત્ત શિક્ષકે પોતાનું પેન્શન દાન કર્યું. ક્યાંક એક સૈનિકે નિવૃત્તિ પછી મળેલી રકમ સ્વચ્છતા માટે દાનમાં આપી દીધી. જો આ દાન મંદિર કે અન્ય કોઈ કાર્યક્રમમાં આપવામાં આવ્યું હોત તો તે અખબારોની હેડલાઈન બની જાત અને અઠવાડિયા સુધી તેની ચર્ચા થઈ હોત. પરંતુ દેશને જાણવું જોઈએ કે જે લોકોના ચહેરા ક્યારેય ટીવી પર આવ્યા નથી, જેમના નામ અખબારોની હેડલાઇન્સમાં આવ્યા નથી, તેઓએ આ આંદોલનને નવી તાકાત આપી છે. 7. કરોડો ભારતીયોએ કમાલ કરી સ્વચ્છતાનાઆ આભિયાનમાં થોડા સમયમાં જ કરોડો ભારતીયોએ કમાલ કરી. દેશમાં 12 કરોડથી વધુ શૌચાલય બનાવવામાં આવ્યા છે. સ્વચ્છ ભારત મિશનની દેશના સામાન્ય લોકોના જીવન પર જે અસર પડી છે તે અમૂલ્ય છે. એક અભ્યાસમાં સામે આવ્યું છે કે સ્વચ્છ ભારત મિશન દ્વારા દર વર્ષે 60 થી 70 હજાર બાળકોના જીવ બચાવવામાં આવી રહ્યા છે. 8. લાખોની સંખ્યામાં પત્રો મોકલાયા દેશવાસીઓની આ સિદ્ધિ જોઈને મનમાં પ્રશ્ન થાય છે કે આજે જે થઈ રહ્યું છે તે પહેલા કેમ નહોતું થયું. આઝાદીની ચળવળ દરમિયાન મહાત્મા ગાંધીએ આપણને સ્વચ્છતાનો માર્ગ બતાવ્યો હતો અને શીખવ્યો હતો, પરંતુ એવું શું થયું કે આઝાદી પછી સ્વચ્છતા પર ધ્યાન આપવામાં ન આવ્યું. 9. સ્વચ્છતાને દેશની સમસ્યા ન ગણી અગાઉની સરકારે દેશની સ્વચ્છતાને સમસ્યા ન ગણી, તેઓએ તેને સત્ય તરીકે સ્વીકાર્યું. મને તો ટાણા પણ મારવામાં આવતા કે શૌચાલય અને સ્વચ્છતા વિશે વાત કરવાનું ભારતના વડાપ્રધાનનું કામ નથી, પરંતુ આ અભિયાને બધું બદલી નાખ્યું. 10. પહેલું કામ દેશવાસીઓનું જીવન સરળ બનાવવાનું ભારતના વડાપ્રધાનનું પહેલું કામ દેશવાસીઓનું જીવન સરળ બનાવવાનું છે. તેને મારી જવાબદારી માનીને મેં શૌચાલય, સેનિટરી નેપકીન વિશે વાત કરી અને અમે તેની અસર પણ જોઈ રહ્યા છીએ. મોદીએ કહ્યું- અભિયાનને સફળ બનાવવા માટે કામ કરનારા સૌને સલામ મોદીએ કહ્યું- આ અભિયાનને સફળ બનાવવા માટે કામ કરનારા તમામ લોકોને હું સલામ કરું છું. આજે વડાપ્રધાન મોદી 2જી ઓક્ટોબરે સ્વચ્છ ભારત દિવસ કાર્યક્રમમાં ભાગ લઈને સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરવામાં આવી છે. સ્વચ્છ ભારત અભિયાનને આજે (2 ઓક્ટોબર) દસ વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છ ભારત અભિયાનના 10 વર્ષ પૂર્ણ થયાની પ્રશંસા કરી છે, જે ભારતને સ્વચ્છ બનાવવા અને સારી સ્વચ્છ સુવિધાઓ સુનિશ્ચિત કરવાના નોંધપાત્ર સામૂહિક પ્રયાસ છે. સ્વચ્છ ભારત મિશનની શરૂઆતના 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 155મી ગાંધી જયંતિના અવસરે સવારે 10 વાગ્યે વિજ્ઞાન ભવન ખાતે સ્વચ્છ ભારત દિવસ 2024 કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન રૂ. 9600 કરોડથી વધુના મૂલ્યના અનેક સ્વચ્છતા અને સ્વચ્છતા પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યુ. જેમાં રૂ. 6,800 કરોડથી વધુના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. લોકોને સ્વચ્છ ભારતની ભાવનાને વધુ મજબૂત કરવા આ અભિયાનમાં જોડાવા અપીલ કરી આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 155મી જન્મજયંતિ છે. આ પ્રસંગે પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં આયોજિત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ અવસરે પીએમ નરેન્દ્ર મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધીથી લઈને કેન્દ્રીય મંત્રીઓ અને દિગ્ગજ રાજનેતાઓએ બાપુને યાદ કર્યા હતા. અનેક દિગ્ગજોએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય પીએમ મોદીએ દિલ્હીમાં આયોજિત સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે હાથમાં ઝાડુ લઈને લોકોને સ્વચ્છતાનો પાઠ ભણાવ્યો હતો. પીએમએ લોકોને સ્વચ્છ ભારતની ભાવનાને વધુ મજબૂત કરવા આ અભિયાનમાં જોડાવા અપીલ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.