ઘંટેશ્વરમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો - At This Time

ઘંટેશ્વરમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો


ધંટેશ્વરમાં પતિ અને સાસુના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કરતાં તેને સારવારમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી. બનાવ અંગે જામનગર રોડ પર ધંટેશ્વર 25 વારીયા કવાર્ટરમાં કવાર્ટર નં.501 માં રહેતાં તેજલબેન ચમનભાઇ પરમાર (ઉ.વ.26) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભાવેશ લાલજી નાથજી (રહે. ધંટેશ્વર 25 વારીયા કવાર્ટરમાં કવાર્ટર નં.501) અને હંસાબેન લાલજી પરમાર (રહે.પોરબંદર) નું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે બીએનએસ એક્ટ 85,125 સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેમના પ્રથમ લગ્ન રાજકોટના અરવિંદ મણીદીયા સાથે થયેલ હતાં અને બાદમાં તેમની સાથે છુટાછેડા થઈ ગયેલ હતા.
બાદમાં ભાવેશ નાથજી સાથે ફુલહાર કરી છેલ્લા પાંચેક વર્ષથી તેની સાથે રહે છે. ભાવેશની માતા હંસાબેન તથા તેના પરીવારના સભ્યો પોરબંદર રહે છે. હાલ તેણીના પતિ ભાવેશ અવાર-નવાર નાની-નાની વાતમાં બોલાચાલી કરી પોરબંદર તેણીના સાસુ હંસાબેન સાથે રહેવા જતો રહેતો હતો. તેણીના સાસુ હંસાબેન ફોનમાં મેણા-ટોણા માર્યા કરતાં હતા. તેમજ તેણીને બીમાર હોવાનું કહીં તેમના પતિને બીજા લગ્ન કરી લેવા ચડામણી કરતાં હતાં.
તેઓ છેલ્લા એક વર્ષથી અવાર-નવાર હેરાન કર્યા કરે છે. ધરમાં વસ્તુ પડેલ હોય તો તેનું નુકશાન પણ કરે છે. તેણીનો પતિ પોરબંદરથી પરત રાજકોટ આવે ત્યારે શારીરિક તથા માનસિક દુ:ખ ત્રાસ આપતા અને સાસુ પણ હંસાબેન ત્રાસ આપતા હતા. ગઈ રાત્રીના ત્રણેક વાગ્યે ભાવેશે કહેલ કે, મારા ઉપર કેશ થયેલ હોય અને તું કેમ મારા નંબર બીજાને આપે છે, તેમ કહી બોલાચાલી કરી ફડાકા ઝીંકી દિધા હતા.
જે બાબતનું તેને મનમાં લાગી આવતા ધરમાં રહેલ ધંઉમાં નાખવાના ટિકડા પી આપઘાતનક પ્રયાસ કરેલ હતો. તેમને ઉલ્ટી થવા લાગતાં તેમની માતાએ તેને 108 મારફતે સારવારમાં સીવીલ હોસ્પિટલમાં ખસેડેલ હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી માતા-પુત્રની ધરપકડ કરવાં ચક્રો ગતિમાન કર્યા હતાં.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.