જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કોસ્ટલ સિક્યુરિટી અને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સીલ કમિટીની બેઠક યોજાઈ*
*જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કોસ્ટલ સિક્યુરિટી અને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સીલ કમિટીની બેઠક યોજાઈ*
---------
*લાઈન ફિશિંગ, નવી બોટનું રજિસ્ટ્રેશન સહિત સુરક્ષાને લગતી બાબતો અંગે થઈ ચર્ચા*
---------
*ગીર સોમનાથ, તા.૧૭:* બાર જ્યોતિર્લિંગમાંનું પ્રથમ એવું સોમનાથ મંદિર સમગ્ર ગુજરાતની શાન છે. દેવાધિદેવને માથું નમાવવા માટે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ મુલાકાત લે છે. દરિયાના સાન્નિધ્યમાં વસેલા સોમનાથની સુરક્ષાને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને કોસ્ટલ સિક્યુરિટી અને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સીલ કમિટીની બેઠક યોજાઈ હતી.
કોસ્ટલ સિક્યુરિટી મિટિંગમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાનમાં લઈ કોસ્ટલ પેટ્રોલિંગ તદુપરાંત માછીમારોને તાલિમ, બોટ પાર્કિંગ, અન્ય રાજ્યની બોટ અને તેનું રજિસ્ટ્રેશન, લાઈન ફિશિંગ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠકમાં રોડ પર નાઈટ રિફ્લેક્ટર્સ, ડાયવર્ઝન, રોડ કન્સ્ટ્રક્શનના ચાલુ કામો, તેમજ શાર્પ વળાંક પર સાઈનબોર્ડ, આર એન્ડ બી હસ્તકના કામ વગેરે મુદ્દાઓ વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.
આ કમિટી બેઠકમાં જિલ્લા કલેક્ટરે મહત્વના મુદ્દે ઉપસ્થિત તમામ શીર્ષ અધિકારીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતાં. આ બેઠકમાં અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયા, પ્રાંત અધિકારી શ્રી સરયુબા જસરોટિયા, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વાજા, સોમનાથ ટ્રસ્ટ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, એઆરટીઓ અધિકારી શ્રી યુવરાજસિંહ, ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા સહિત કોસ્ટગાર્ડ ઓફિસર તેમજ ગુજરાત મેરિટાઈમ બોર્ડ ઓફિસર્સ અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
00 0000 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.