આધારકાર્ડ પ્રમાણે બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે એફિડેવિટની જરૂર નહીં
આધારકાર્ડ પ્રમાણે બર્થ સર્ટિફિકેટમાં સુધારા માટે એફિડેવિટની જરૂર નહીં
આરોગ્ય કમિશનરનો પરિપત્ર, નકલ પણ ફ્રીમાં આપવાની રહેશે.
રાજય સરકાર દ્વારા જન્મના પ્રમાણપત્રને લઈને ચાલતી દ્વિધા બાબતે કેટલીક સ્પષ્ટતા કરવામાં આવી છે. બાળકોના જન્મ પ્રમાણપત્ર વખતે તેમનું નામ અલગ હોય અને આધારકાર્ડમાં નામ અલગ હોય તેવા સંજોગોમાં આધારકાર્ડ પ્રમાણેનું જન્મ પ્રમાણપત્ર આપવાનું થાય ત્યારે કોઇપણ પ્રકારનું સોંગદનામું કરાવવાની જરૂર નથી તેવું રાજ્યના આરોગ્ય કમિશ્નરે પરિપત્ર કરીને સ્પષ્ટતા કરી છે. તેમણે એવી પણ સૂચના આપી છે કે, આધારકાર્ડ પ્રમાણે સુધારો કરેલું જન્મનું પ્રમાણપત્ર આપતી વખતે કોઈ ફી પણ વસૂવાનીરહેશે નહીં એટલે કે નવું બર્થ સર્ટિ ફ્રીમાં આપવાનું રહેશે. આરોગ્ય કમિશનરે રજિસ્ટાર અને જિલ્લા આરોગ્ય અધિકારી સહિતના અધિકારીઓને તાકીદ કરી છે.
રીપોર્ટર. સી કે બારડ
મો : 7600780700
મૂળનામમાં આંશિક સુધારો પણ આખું નામ નહીં બદલાય
આધારકાર્ડ પ્રમાણે સુધારા જન્મ પ્રમાણપત્ર સિવાય કેટલાક કિસ્સામાં એવી પણ અરજીઓ આવે છે કે, મૂળ નામ અલગ હોય અને તેમને જન્મ પ્રમાણપત્ર અલગ નવા નામથી લેવાની માગ કરી હોય. આવા કિસ્સામાં મૂળ નામ કરતા તદન અલગ નામ જેમ કે, રમેશભાઇનું કિશોરભાઇ કરી શકાય નહીં, પણ રમેશભાઈનું રમેશલાલ કરી શકાય છે, એટલે કે સંપૂર્ણ ભાવાર્થ બદલાતો હોય તેવું નવું નામ રજિસ્ટરમાં દાખલ કરી શકાય નહીં.
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.