માંડાડુંગરમાં ગાળો બોલવાની ના પાડતાં કોલેજીયન યુવક પર ત્રણ શખ્સોનો લાકડીથી હુમલો - At This Time

માંડાડુંગરમાં ગાળો બોલવાની ના પાડતાં કોલેજીયન યુવક પર ત્રણ શખ્સોનો લાકડીથી હુમલો


માંડાડુંગરમાં ગાળો બોલવાની ના પાડતાં એન્જીનીયરીંગના વિદ્યાર્થી પર પડોશમાં રહેતાં અને નશામાં ધુત ત્રણ શખ્સોએ લાકડીથી મારમારતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગેની વિગત અનુસાર, માંડાડુંગરમાં આવેલ ભીમનગર 11માં રહેતાં દીપક મોહનભાઇ સુમેરા (ઉ.વ.22) ગતરાત્રે પોતાના ઘરેથી બહાર નીકળતો હતો ત્યારે પડોશમાં રહેતાં હિંમત, હિતેષ અને અજાણ્યો શખ્સ દારૂના નશામાં ગાળો બોલતાં હોય જેમને દિપકે ગાળો બોલવાની ના પાડતાં ત્રણેય ઉશ્કેરાયા હતાં અને ઝઘડો કરી લાકડીથી હૂમલો કર્યો હતો. બનાવમાં યુવકને ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી હતી. વધુમાં, ઇજાગ્રસ્ત યુવક ડિપ્લોમા એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.