બોટાદ નગરપાલિકાએ પીજીવીસીએલના બાકી પેટેના ૧.૯૩ કરોડની ભરપાઈ કરી.
બોટાદ નગરપાલિકાએ પીજીવીસીએલના બાકી પેટેના ૧.૯૩ કરોડની ભરપાઈ કરી.
પીજીવીસીએલ, બોટાદ વિભાગીય કચેરી તેમજ તેના તાબા હેઠળની બોટાદ ટાઉન ૧ અને બોટાદ ટાઉન ર પેટા વિભાગીય કચેરીઓના, ચીફ ઓફિસર-બોટાદ નગર પાલિકાના નામે ત્રણ ભારે દબાણ તથા એક હળવા દબાણના એમ કુલ કુલ ચાર કનેકશનોના કુલ રૂ. ૧.૯૩ કરોડ ઘણા સમયથી બાકી રહેવા પામેલ.
જે બાબતે પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરશ્રી બી કે દવે સાહેબ તથા વિભાગીય કચેરીના કાર્યપાલક ઈજનેરશ્રી એન એન અમીન સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ ટાઉન ૧ ના નાયબ ઈજનેરશ્રી એસ કે પરમાર સાહેબ તેમજ સુપ્રિટેન્ડેન્ટ એકાઉન્ટ શ્રી જે એમ ગંગેય સાહેબ દ્વારા બોટાદ નગરપાલિકાના વહીવટદાર શ્રી દીપક સતાણી સાહેબ અને ચીફ ઓફીસરશ્રી, વાઘેલા સાહેબશ્રી સાથે યોગ્ય સંકલન સાધીને કોઇપણ જાતના વાદ વિવાદ વિના સુમેળભર્યા વાતાવરણમાં નગર પાલિકા દ્વારા બાકી વીજ લેણાની કુલ રૂ. ૧.૯૩ કરોડની ભરપાઈ કરવામાં આવેલ છે.
આમ, બોટાદ નગર પાલિકા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે જેને પીજીવીસીએલ વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરશ્રી બી કે દવે સાહેબ દ્વારા સરાહના કરવામાં આવે છે. તેમજ બોટાદ નગર પાલિકા અને તેઓના વહીવટદારશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ છે. રિપોર્ટર :- ચેતન ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.