બાઘાના દારૂએ બે પીઆઈનો ‘નશો’ ઉતારી દીધો, DGએ બન્નેને જિલ્લા બહાર ફંગોળ્યા
રાજકોટ રેન્જ IG અશોક યાદવ અને પોલીસવડા જયપાલસિંહ રાઠૌરની સીધી દેખરેખ હેઠળ ‘ફરજ’ બજાવતા રૂરલ SOG અને IGના રીડર પોલીસ ઈન્સ્પેક્ટર કે.બી. જાડેજા અને ડી.ડી. પરમારની તાકીદની અસરથી બદલી
ટોચના અધિકારીઓનું ખાસ ધ્યાન રાખતા ત્રણ પોલીસમેન પણ ભરૂચ, ગોધરા અને દાહોદ ફેંકાયા
DGએ બન્ને અધિકારીને જિલ્લા બહાર ફંગોળ્યા
પોતાના અધિકારી અને સ્ટાફને કન્ટ્રોલ રાખવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલા રાજકોટ રેન્જ આઈજી અશોક યાદવ અને રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરને બાઘાના દારૂ પ્રકરણમાં આબાદ બચાવી લઈ રાજ્યના પોલીસવડાએ રાજકોટ રૂરલના બે પોલીસ ઈન્સ્પેક્ટર અને ત્રણ પોલીસમેનની જિલ્લા બહાર બદલી કરી નાખતા રૂરલ પોલીસ પર કાળી ટીલી લાગી ગઈ છે. થોડા સમય પહેલાં સ્ટેટ મોનિટરિંગ સેલે ગોંડલ નજીક બિલીયાળામાં દરોડો પાડીને અડધા કરોડથી વધુનો દારૂ ઝડપી લીધો હતો. આ સમયે એક ડાયરી મળી આવી હતી. તેમાં અનેક રહસ્યોનો પર્દાફાશ થાય તેવી વિગતો હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.