કચ્છની ૧૩ લાખની વસતિ અને ૨.૭૫ લાખ ઘરમાં રોગચાળો અટકાવવા સર્વે
ભુજ,સોમવારકચ્છ જિલ્લામાં હાલમાં અતિભારે વરસાદ હોવાના કારણે ચોમાસા અને ત્યારબાદના મહિનાઓ દરમિયાન મચ્છરોથી ફેલાતા રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાની અસર વધુ જોવા મળે છે ત્યારે જિલ્લાના લોકો મચ્છરજન્ય રોગચાળાનો ભોગ ન બને તે માટે જિલ્લા આરોગ્ય તંત્ર સક્રિય બન્યું છે. હાલ તાલુકા સ્તરે ઘરે ઘરે જઈને સર્વે કરીને મચ્છરોના ઉત્પતિ સૃથાનો ઓળખીને તેનો નાશ કરવા સાથે દવા છંટકાવ તેમજ લોકોને પાણી ભરાય તે સૃથાનો ખાલી કરવા તાથા વારંવા સફાઈ કરવા સહિતની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ત્યારે અત્યારસુાધી કચ્છમાં ૧૩ લાખાથી વધુ વસતિ અને ૨.૭૫ લાખાથી વધુ ઘરોને આવરી લઈને વ્યાપક કામગીરી કરાઈ છે. જેમાં ૧૦.૨૮ લાખાથી વધુ પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રોની તપાસ કરીને ૨૮૪૭ થી વધુ મચ્છર ઉત્પાદન સૃથળોને સલામત બનાવાયા છે. હાલ ત્રીજા રાઉન્ડના જિલ્લા સર્વેક્ષણમાં કુલ ૨૫૬૬ ઘરોમાં મચ્છર ઉત્પત્તિ સૃથાન શોધ કાઢવામાં આવ્યા છે.આ રોગ ફેલાવતાં મચ્છરો ખાસ કરીને ઘરની અંદર અને તેમજ ઘરની આજુબાજુ ભરાયેલા ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થાય છે. ડેન્ગ્યુ રોગ ફેલાવતા અડીસ મચ્છર ફુલદાની, કુલર, ફ્રિજની ટ્રે, પક્ષીકુંજ, બિન-ઉપયોગી ટાયરો નાળિયેર અને અન્ય ભંગાર વસ્તુઓ, ખાડા-ખાબોચીયા વગેરેમાં પાણી ભરાયેલા હોય તો તેમાં મચ્છરોના પોરા ઉત્પન્ન થાય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અિધકારીશ્રી ડો.જનક માઢ કે આ અંગે જણાવ્યું હતું કે, જાન્યુઆરી-૨૦૨૨ થી અત્યાર સુાધીમાં ડેન્ગ્યુના ૨૨ ચિકનગુનિયાના ૨૬ અને મેલેરિયાના ૩૧ પોઝીટીવ કેસો નોંધતા તંત્ર એલર્ટ બન્યું છે. જેમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાના નિયંત્રણ માટે સમયસર નિદાન અને વહેલી સારવારની સાથે, પ્રત્યેક ઘરની મુલાકાત અને ખાસ કરીને મચ્છરના સંભવિત ઉત્પત્તિ સૃથાનો શોધીને સલામત બનાવવાની સાથે પોરાનાશક વ્યાપક કામગીરી કરાઈ રહી છે. જિલ્લા આરોગ્ય તંત્ર સર્વેક્ષણ દરમિયાન ૨૫૬૬ ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સૃથાન મળ્યા છે. ઘરોમાં મચ્છરોના ઉત્પત્તિ સૃથાનો મળી આવતા પોરાનાશક કામગીરી દ્વારા અને સલામત બનાવવાની સાથે લોકોને મચ્છર ઉત્પત્તિ શક્યતા અટકાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૧૩ લાખાથી વધુ વસતિ અને ૨.૭૫ લાખાથી વધુ ઘરોને આવરી લઈને આ વ્યાપક કામગીરી કરાઈ છે. તેના હેતુ ૧૦.૨૮ લાખાથી વધુ પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતા પાત્રોની તપાસ કરીને તાવના કેસોમાં લેબોરેટરી તપાસ માટે ૬૬૫૭ લોકોના લોહીના નમુના લઈને પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય તંત્રે લોકોને મચ્છરોની ઉત્પત્તિ અટકે તે માટે તકેદારીના જરૃરી પગલા લેવા અનુરોધ કર્યો છે.વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અિધકારીએ જણાવ્યું હતું કે, ડેન્ગ્યુ રોગના પ્રમાણને ધ્યાને લઈ શહેરી વિસ્તારોમાં ભુજ શહેરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં ટીમો બનાવી એપેડેમીક મેડીકલ ઓફિસરના સીધા સુપરવિઝન હેઠળ ફીવ સર્વેલન્સ, મચ્છર ઉત્પત્તિ અટકાયત માટે પોરાનાશક કામગીરી અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ હાથ ધરવા દર માસના પ્રાથમ અને ત્રીજા શનિવારે ખાસ ઝુંબેશનું આયોજન કરેલું છે. તે જ પ્રમાણે જિલ્લા, તાલુકા માથકોએ શહેરી વિસ્તારોમાં પણ ટીમો બનાવી ઘનિષ્ઠ ઝુંબેશ સ્વરૃપે કામગીરી હાથ ધરવાનું આયોજન કરેલુ છે. આગામી સમયમાં કોઈપણ વ્યક્તિ કે સંસૃથા મચ્છર ઉત્પત્તિ અટકાવવાના સંદર્ભમાં જરૃરી સહકાર ન આપે તો તેવા સંજોગોમાં ગુજરાત વેક્ટર બોન્ડ ડીસીઝ રેગ્યુલેશનના જાહેરનામાની જોગવાઈ મુજબ નોટીસ પાઠવી અન દંડ વસુલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.