23 જુલાઇથી ઘરબેઠા ફરીયાદની સુવિધા શરૂ થઇ હતી: e- FIR નોંધાવવામાં સુરતીઓ રાજયમાં અવ્વલઃ એક મહિનામાં 426 નોંધાવી
- સુરતીઓએ જાગૃતિ બતાવતા 33 ટકા કેસમાં પોલીસે ફરીયાદ દાખલ કરીઃ ગુજરાતના અન્ય શહેર-જિલ્લાઓમાં હજુ 100 થી વધુ ફરીયાદ થઇ છેસુરતડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ગુજરાત રાજયમાં વાહન અને મોબાઇલ ચોરીના ગુનામાં શરૂ કરવામાં આવેલી ઇ-એફઆઇઆર અંતર્ગત એક મહિનામાં 426 ઇ-એફઆઇઆર નોંધાય છે. જે પૈકી 33 ટકા ઇ-એફઆઇઆરની ફરીયાદ નોંધવામાં આવી છે. ડિજીટલ ઇન્ડિયાના ભાગ રૂપે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ગત 23 જુલાઇના રોજ ઇ-એફઆઇઆરની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આઇપીસી 379 હેઠળ એટલે કે મોબાઇલ કે વાહન ચોરીના ગુનામાં સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપ પર જાતે જ ફરીયાદ નોંધાવાની હોય છે. ત્યાર બાદ આ ઇ-એફઆરઆઇની જે તે પોલીસ સ્ટેશનના સંબંધિત અધિકારી દ્વારા 48 કલાકમાં ફરીયાદીનો સંર્પક કરી પ્રાથમિક તપાસનો અહેવાલ તૈયાર કરવાનો હોય છે. ત્યાર બાદ તેના આધારે ઇ-ગુજકોપમાં એફઆઇઆર દાખલ કરવામાં આવે છે. તેવા સંજોગોમાં ઇ-એફઆઇઆરની શરૂઆત કર્યાના અત્યાર સુધીના એક મહિનામાં કુલ 426 ઇ-એફઆઇઆર નોંધાય છે. સુરત પોલીસ દ્વારા ઇ-એફઆઇઆર અંગે હાથ ધરવામાં આવેલી જાગૃતિ અભિયાનનો શહેરીજનોએ મહત્તમ લાભ લીધો છે અને પોલીસે તપાસ અહેવાલને ધ્યાને લઇ 33 ટકા કિસ્સામાં ફરીયાદ નોંધી છે. જયારે અન્ય કિસ્સામાં મોબાઇલ કે વાહનનો ગુનાહિત પ્રવૃત્તિમાં ઉપયોગ નહીં થાય તે હેતુથી માત્ર ઇ-એફઆઇઆર નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજયના અન્ય શહેરોની સરખામણીમાં મહત્તમ ફરીયાદ સુરતમાં નોંધાય છે. જયારે અન્ય શહેર-જિલ્લામાં માંડ હજી 100 થી વધુ ફરીયાદ જ નોંધાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.