પોલીસ પર હુમલો કરનાર માથાભારે સજ્જુ કોઠારીનો ભાઇ આરીફનું સરેન્ડર
- લાજપોર બહારથી માથાભારે સજ્જુ કોઠારીને ભગાડવામાં વોન્ટેડ આરીફને પકડવા જનાર રાંદેર પોલીસ પર હુમલો કર્યો હતોસુરત,તા.1 જુલાઈ 2022,શુક્રવારનાનપુરા જમરૂખ ગલીના માથાભારે અને ગુજસીટોક હેઠળ જેલવાસ ભોગવી રહેલા સજ્જુ કોઠારીને લાજપોર મધ્યસ્થ જેલ સામેથી ભગાડવામાં અને રાંદેર પોલીસ પર હુમલો કરનાર આરીફ કોઠારીએ કોર્ટમાં સરેન્ડર કરતા રાંદેર પોલીસે તેનો કબ્જો મેળવ્યો છે.નાનપુરા જમરૂખ ગલીના માથાભારે અને અપહરણ, ખંડણી, મારામારી, મિલકત પર ગેરકાયદે કબ્જો જમાવવા સહિતના અસંખ્ય ગુનામાં સંડોવાયેલા અને જેના વિરૂધ્ધ બે ગુજસીટોકના ગુના નોંધાયા છે તે સજ્જુ કોઠારીને લાજપોર મધ્યસ્થ જેલની બહાર રાંદેર પોલીસ સાથે ઘર્ષણ કરી આરીફ કોઠારી અને તેના સાથીદારોએ ભગાડી મુકયો હતો. આ ગુનામાં વોન્ટેડ સજ્જુના ભાઇ આરીફ કોઠારીને રાંદેર પોલીસે રાંદેર ગોરાટના જિલાની બ્રિજ નીચે સુભાષ નગર ખાતે દબોચી લીધો હતો. પરંતુ આરીફે ઇન લોગો કો છોડના નહીં એમ કહેતા એકઠા થયેલા ટોળાએ રાંદેરના પીએસાઇનો શર્ટ ફાડી નાંખી પોલીસ ટીમ પર હુમલો અને પથ્થર મારો કર્યો હતો. આ તકનો લાભ લઇ આરીફ ભાગી ગયો હતો. આરીફને પકડવા પોલીસે સ્થાનિક વિસ્તારમાં કોમ્બીંગ પણ કર્યુ હતું. પરંતુ તે હાથમાં આવ્યો ન હતો. બીજી તરફ સજ્જુની જેમ બેફામ બની રહેલા આરીફની જુગાર ક્લબ પર પોલીસે બુલડોઝર ફેરવ્યું હતું. પરંતુ આરીફને સકંજામાં લેવું પોલીસ માટે પડકાર બન્યો હતો. છેવટે આરીફે કોર્ટમાં સરેન્ડર કરતા તેનો કબ્જો રાંદેર પોલીસને હવાલે કરવામાં આવ્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.